અંબાણી પરિવારના આંગણે જોર્ડનની મહારાણીનું શાન-ઓ-શૌકતથી સ્વાગત!:નીતા અંબાણીનો 'શાહી', દીકરી-વહુઓનો વેસ્ટર્ન લૂક; જુઓ રોયલ ઠાઠમાઠના PHOTOs
જ્યારે દેશનો સૌથી અમીર પરિવાર દુનિયાની કોઈ જાણીતી હસ્તીનું સ્વાગત કરતું હોય, ત્યારે શાન-ઓ-શૌકતમાં કંઈ ઘટતું નથી. જોર્ડનના ક્વીન રાનિયા અલ અબ્દુલ્લા જ્યારે અંબાણી પરિવારને મળ્યા, ત્યારે અંબાણી પરિવારની દીકરી-વહુઓ વેસ્ટર્ન લૂકમાં સજ્જ જોવા મળી હતી, પરંતુ નીતા અંબાણીના સાડી લૂકે બધી લાઈમલાઈટ ચોરી લીધી. ઈશા અંબાણી અને ક્વીન રાનિયાનો લૂક
સૌથી પહેલા ઈશા અંબાણીએ ક્વીન રાનિયા સાથે NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)ના ઈવેન્ટમાં એન્ટ્રી લીધી હતી. ઈશાએ કોરલ ટોનનો સ્ટનિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં સ્લીવલેસ ફિટેડ ટોપ અને કમર પર કોર્સેટ બેલ્ટ હતો. તેની પ્લીટેડ સ્કર્ટ અને હેન્ડ-પેઇન્ટેડ ઈફેક્ટ તેને આર્કિટેક્ચરલ લૂક આપી રહી હતી. તેણે તેને ડાયમંડ ઈયરરિંગ્સ અને બેજ હીલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. રાણી સાહિબા ઓફ-વ્હાઇટ ક્રીમ બેઝ વાળા સ્ટાઇલિશ અટાયરમાં દેખાયા હતા. તેણે ટર્ટલ નેક શર્ટ અને મેચિંગ ટ્રાઉઝર પહેર્યા હતા, જેના પર ફ્લોરલ પ્રિન્ટેડ ડિઝાઇન હતી. નીતા અંબાણીનો ‘રોયલ’ સાડી લૂક
જ્યારે અંબાણી પરિવારે એન્ટિલિયામાં ક્વીન રાનિયાનું સ્વાગત કર્યું, ત્યારે નીતા અંબાણીનો અંદાજ સાચા અર્થમાં ભારતીય નારીની સુંદરતા દર્શાવતા દેખાયા. નીતા અંબાણીએ આઇવરી ટોનની ખૂબ જ સુંદર ચિકનકારી સાડી પહેરી હતી. આ સાડી પર ટન-ઓન-ટન થ્રેડ એમ્બ્રોઇડરી અને ફ્લોરલ બુટ્ટાઓ તેની ભવ્યતામાં વધારો કરી રહી હતી. તેણે આ સાડી સાથે લેયર્ડ પર્લ નેકલેસ, ડાયમંડ રિંગ અને ફ્લોરલ પેટર્ન વાળા કંગન પહેર્યા હતા. લાલ બિંદીએ તેમના ચહેરાનો નિખાર વધાર્યો હતો. શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટનો સ્ટાઇલિશ અંદાજ
પરિવારની બંને વહુઓ પણ વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. મોટી વહુ શ્લોકા બ્લુ સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં શર્ટ સ્ટાઇલ અપર પોર્શન અને બો-ટાઇ જેવી ડિટેલ્સ હતી. તેણે આ લૂકને બ્લુ ફેધર વાળી સેન્ડલ્સ સાથે પેર કર્યો હતો. નાની વહુ રાધિકા ક્રીમ-ઓફ વ્હાઇટ શેડના ક્લાસી સ્કર્ટ-ટોપમાં જોવા મળી હતી. બ્લેઝર સ્ટાઇલ ટોપ અને ગોલ્ડન બટન ડિટેલિંગ તેના લૂકને પ્રીમિયમ બનાવી રહ્યું હતું. મુકેશ અંબાણી અને આનંદ પીરામલનો આઉટફીટ
મુકેશ અંબાણી હંમેશાની જેમ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં સિમ્પલ દેખાતા હતા, જ્યારે જમાઈ આનંદ પીરામલ પિંક શર્ટ અને બ્લુ સૂટ-બૂટમાં પ્રોફેશનલ ફોર્મલ લૂકમાં સજ્જ હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

