અંશુલા-રોહનનું ગ્રાન્ડ રિસેપ્શન, PHOTOs:સિંદૂર-મંગળસૂત્ર વિના ચમકી બોની કપૂરની લાડલી, જ્હાન્વીએ ભભકાદાર જ્વેલરી પહેરી; બોબી પડતાં-પડતાં બચ્યો
બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે 6 જુલાઈએ ગુજ્જુ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. ગુજરાતી-પંજાબી પરંપરાગત વિધિથી થયેલા લગ્ન પછી કપલે મંગળવારે રિસેપ્શન રાખ્યું, જેમાં બંને પરિવારોની સાથે-સાથે બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. સિંદૂર, મંગળસૂત્ર અને ચૂડલા વિનાનો ‘મોડર્ન બ્રાઈડ’ લુક અંશુલાના આ આઉટફિટ અને લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં નવી દુલ્હન લગ્ન પછીના ફંક્શનમાં સિંદૂર, મંગળસૂત્ર અને હાથમાં લાલ ચૂડો પહેરતી હોય છે. જોકે, અંશુલા આ પરંપરાગત વસ્તુઓ વિના એકદમ સિમ્પલ અને એલિગન્ટ લુકમાં જોવા મળી હતી. ફેન્સ તેના મોડર્ન બ્રાઈડ લુકના વખાણ કરી રહ્યા છે. રેડ બનારસી સાડીમાં અંશુલાનો રોયલ લુક પોતાના રિસેપ્શનમાં અંશુલા કપૂરે પરંપરાગત ને મોર્ડન લુકનું મિશ્રણ કર્યું હતું. તે બ્રાઈડલ રેડ કલરની સુંદર બનારસી સાડીમાં અત્યંત ગ્લેમરસ અને રોયલ લાગતી હતી. સાડી સાથે તેણે હેવી ગોલ્ડન જ્વેલરી મેચ કરી હતી. બીજી તરફ, તેના પતિ રોહન ઠક્કરે બ્લેક કલરની આકર્ષક શેરવાની પહેરી હતી, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. બંનેએ મીડિયા સામે હસતા મુખે પોઝ આપ્યા હતા અને પાપારાઝીને મીઠાઈ પણ વહેંચી હતી. અંશુલાએ આઉટફિટ વિશે વાત કરી રિસેપ્શનના આઉટફિટની તસવીરો શેર કરતા અંશુલાએ લખ્યું છે, ‘અમારી કોકટેલ પાર્ટી માટે મને શરૂઆતથી જ ખબર હતી કે હું લાલ રંગ પહેરવા માંગુ છું. એક પરિણીત મહિલા તરીકે આ મારી પહેલી સાંજ હતી, જ્યારે હું મારા જીવનના આ નવા અધ્યાયની ઉજવણી કરી રહી હતી. આવી સ્થિતિમાં, સિંદૂરી લાલ જ મને સૌથી યોગ્ય રંગ લાગ્યો. જ્યારે મેં અને અમિત (અગ્રવાલ) એ આ આઉટફિટ વિશે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે એક જ વિચાર વારંવાર મનમાં આવ્યો, હું ઇચ્છતી હતી કે આ મારી ઓળખ અને વ્યક્તિત્વનું એક રૂપક બને.’ ‘અમિત અગ્રવાલે એક બનારસી બ્રોકેડ સાડીથી શરૂઆત કરી અને તેને નવી શૈલીમાં ઢાળીને એક સ્કલ્પચરલ કોર્સેટેડ સિલુએટમાં બદલી દીધી. તેમણે સાડીની પરંપરાગત ડ્રેપિંગની સુંદરતા જાળવી રાખી, પરંતુ તેના પલ્લુને મોડર્ન કોચર સ્ટેટમેન્ટનું રૂપ આપી દીધું. આ ડિઝાઇન પરંપરાનું સન્માન કરે છે, પરંતુ તેનાથી બંધાયેલી અનુભવાતી નથી. મને લાગે છે કે મારા પૂરા લગ્ન પણ બિલકુલ આવા જ રહ્યા છે, પોતાના મૂળ અને પરંપરાઓને જાળવી રાખીને, પૂરા દિલથી આવનારી નવી સફરને અપનાવવી.’ રિસેપ્શનમાં બોબી દેઓલ પડતાં-પડતાં બચ્યો અંશુલા-રોહનના રિસેપ્શનમાં મહેમાનો માટે એક ફોટોબૂથ તૈયાર કરવામાં આવ્યું હતું. તસવીરો ક્લિક કરાવવા આવતા બોબી દેઓલ ઊંચાઈ સમજી શક્યો નહીં અને લથડી પડ્યો. ત્યારબાદ તે સંતુલન સંભાળીને હસતા જોવા મળ્યો. જુઓ રિસેપ્શનની તસવીરો- 6 જુલાઈએ થયા લગ્ન, જુઓ લગ્નની ઇનસાઇડ તસવીરો- લગ્નની તસવીરો સાથે અંશુલાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, 06.07.2026. આટલા બધા લોકોમાં, આટલી બધી જગ્યાઓમાં અને આટલા સાચા-ખોટા સમયની વચ્ચે, તે તમે હતા. અને જીવનના દરેક વળાંક, દરેક ઉતાર-ચઢાવ અને દરેક અનપેક્ષિત સફર પછી પણ. આજે પણ તમે જ છો. મારી સૌથી મનપસંદ વાતચીત. મારી સૌથી શાંતિપૂર્ણ જગ્યા. મારી સૌથી સરળ અને સૌથી સુંદર પસંદગી. હંમેશા તમે જ રોહન ઠક્કર. અર્જુન કપૂરે પણ આજે સવારે સોશિયલ મીડિયા પર અંશુલા માટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, મારી અંશના નામે, તું હંમેશા મારી રહીશ, પણ હવે સમય આવી ગયો છે કે હું તને નવા રસ્તે જવા દઉં. આજે તું રોહન સાથે તારા નવા જીવનની શરૂઆત કરી રહી છે. તને હસતી જોઈને મારું હૃદય, મારું મન અને મારી આત્મા ખૂબ ખુશ છે. મેં તને બાળપણથી મોટી થતી જોઈ છે અને આજે તું એક એવી શાનદાર મહિલા બની ગઈ છે, જે દરેક પગલે આપણી માતાની છબીને પોતાનામાં સમાવી રહી છે. આગળ તેમણે લખ્યું, ક્યારેય ચિંતા ન કરીશ, કારણ કે માતા હંમેશા તમને જોઈ રહી છે અને દરેક પળે તમને પોતાના આશીર્વાદ આપી રહી છે. હું હંમેશા તારી સાથે છું, હંમેશા તારો સાથ આપીશ અને હંમેશા એ સુનિશ્ચિત કરીશ કે તારા ચહેરા પરની સ્મિત ક્યારેય ઝાંખું ન પડે. ઘણો બધો પ્રેમ, તારો અર્જુન ભૈયા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

