અનુષ્કા શર્માનો મોસ્ટ-ફોલોવ્ડ એથ્લેટ પાર્ટનર્સમાં સમાવેશ:દુનિયાની ટોપ-5માં એકમાત્ર ભારતીય; લિસ્ટમાં કિમ કાર્દાશિયન અને ટેલર સ્વિફ્ટ જેવા સેલિબ્રિટીઝનાં નામ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ રમત જગતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફોલો કરવામાં આવતી એથ્લીટ પાર્ટનર્સ (WAGs)ની વૈશ્વિક યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મીડિયા પબ્લિકેશન વૅન્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં અનુષ્કા શર્મા ચોથા સ્થાન પર છે. તેઓ વિશ્વની ટોચની-5 એથ્લીટ પાર્ટનર્સમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય અને ક્રિકેટ જગતમાંથી એકમાત્ર ચહેરો છે. આ વૈશ્વિક યાદીમાં કિમ કાર્દાશિયન, પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ જેવા મોટા નામો પણ સામેલ છે. અહેવાલ મુજબ અનુષ્કા માત્ર વિરાટની પાર્ટનર હોવાને કારણે નહીં, પરંતુ પોતાની અલગ ઓળખના દમ પર આ યાદીમાં સામેલ થઈ છે. કિમ કાર્દાશિયન ટોચ પર, ટેલર સ્વિફ્ટ બીજા ક્રમે વેન્ટિક્સની આ વૈશ્વિક રેન્કિંગમાં ફોર્મ્યુલા 1 રેસર લુઇસ હેમિલ્ટનની પાર્ટનર તરીકે ઓળખાતી કિમ કાર્દાશિયન 343 મિલિયન (34.3 કરોડ) ફોલોઅર્સ સાથે પ્રથમ સ્થાન પર છે. તે જ સમયે, અમેરિકન ફૂટબોલ (NFL) સ્ટાર ટ્રેવિસ કેલ્સની પત્ની અને પ્રસિદ્ધ ગાયિકા ટેલર સ્વિફ્ટ 272 મિલિયન (27.2 કરોડ) ફોલોઅર્સ સાથે બીજા નંબરે છે. ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જિના રોડ્રિગેઝ 78.3 મિલિયન ફોલોઅર્સ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ક્રિકેટ જગતમાંથી એકમાત્ર ચહેરો બનીં અનુષ્કા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા આ યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે બ્રાઝિલિયન ફૂટબોલર વિનિશિયસ જુનિયરની પાર્ટનર વર્જિનિયા ફોન્સેકા 56.5 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા નંબરે છે. જોકે આ યાદીમાં ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ અને પાર્ટનર્સનું વર્ચસ્વ વધુ જોવા મળ્યું, પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાંથી માત્ર અનુષ્કા શર્મા જ આ ટોપ-5ની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. 22 હસ્તીઓના કુલ 1.21 અબજ ફોલોઅર્સ વેન્ટિક્સના અહેવાલ મુજબ, આ સમગ્ર યાદીમાં સામેલ 22 વૈશ્વિક સેલિબ્રિટીઝ પાસે કુલ મળીને 1.21 અબજ (1.21 બિલિયન)થી વધુ ફોલોઅર્સ છે. અહેવાલમાં જણાવાયું છે કે ફૂટબોલ ક્ષેત્રમાંથી સૌથી વધુ 11 મહિલાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે, જેમના કુલ 341.3 મિલિયન ફોલોઅર્સ છે. જોકે, પહોંચના મામલે અમેરિકન ફૂટબોલ સૌથી આગળ રહ્યું, જ્યાં 5 મહિલાઓના મળીને 376.5 મિલિયન ફોલોઅર્સ નોંધાયા. એફ-1 રેસિંગનું પ્રતિનિધિત્વ એકલા કિમ કાર્દાશિયને પોતાના 343 મિલિયન ફોલોઅર્સના આધારે સંભાળ્યું. ઓળખ માટે માત્ર પાર્ટનરનું નામ પૂરતું નથી વેન્ટિક્સે પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે WAGs (વાઇવ્સ એન્ડ ગર્લફ્રેન્ડ્સ) શબ્દની શરૂઆત ભલે ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ સાથે જોડાયેલી સેલિબ્રિટી સંસ્કૃતિ તરીકે થઈ હતી, પરંતુ હવે તેનો વ્યાપ ઘણો બદલાઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે આ યાદીમાં સામેલ મહિલાઓ માત્ર પોતાના એથ્લીટ પાર્ટનર્સને કારણે જ જાણીતી નથી. તેઓ પોતે જ પ્રખ્યાત પોપ સ્ટાર, બિઝનેસવુમન, અભિનેત્રી અથવા ક્રિએટર છે, જેમણે પોતાના પાર્ટનર સાથે જોડાતા પહેલાં જ પોતાની સ્વતંત્ર ઓળખ અને મોટી ફેન ફોલોઇંગ બનાવી લીધી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


