'અમુક મિત્રતા માટે તો ફિલ્મ જ બનવી જોઈએ!':વિરાજ, વિશાલ અને દીપ ત્રણ મિત્રોની કહાની, ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ; જુઓ ક્યારે રિલીઝ થશે

Last Updated: June 24, 2026By

સોશિયલ મીડિયા સ્ટાર વિરાજ ઘેલાનીની આગામી ગુજરાતી ફિલ્મનો ‘ફર્સ્ટ લુક’ રિવીલ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ છે ‘મિત્રતા – Friendshipની Love Story’. આ જાહેરાત સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. મેકર્સે આ ફર્સ્ટ લુક શેર કરવાની સાથે એક ખૂબ જ હૃદયસ્પર્શી લાઇન લખી છે, જે આજના યુવાવર્ગને સીધી કનેક્ટ કરે છે: “અમુક મિત્રતા ગ્રુપ ફોટો માટે હોય છે… અને અમુક મિત્રતા માટે તો ફિલ્મ જ બનવી જોઈએ.!!!” આ કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની સ્ટોરી ગાઢ મિત્રતા, લાગણીઓ અને કદાચ એ દોસ્તી કેવી રીતે પ્રેમમાં બદલાય છે તેની આસપાસ ફરે છે. આ ફિલ્મ દર્શકોને પોતાના કોલેજના દિવસો અને ખાસ મિત્રોની યાદ અપાવશે તે નક્કી છે. સ્ટાર કાસ્ટ અને ટીમ આ ફિલ્મમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ફેમસ કલાકારો એકસાથે જોવા મળશે. મલ્ટિ-ટેલેન્ટેડ વિરાજ ઘેલાની ઉપરાંત આ પ્રોજેક્ટમાં દીપ વૈદ્ય, વિશાલ પારેખ પણ જોડાયેલા છે. સોલસૂત્રા સ્ટુડિયોઝ, રૂપા એન્ટરટેઈનમેન્ટ અને ફિલ્મવાલે ઓફિશિયલના બેનર હેઠળ આ મોટો ફ્રેન્ડશિપ ડ્રામા તૈયાર થઈ રહ્યો છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? જો તમે પણ આ ફ્રેન્ડશિપ ડ્રામા જોવા આતુર છો, તો ડાયરીમાં તારીખ નોંધી લેજો. ‘મિત્રતા – Friendshipની Love Story’ આગામી 25 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિરાજ ઘેલાનીની કોમેડી અને માનસી પારેખના શાનદાર એક્ટિંગની જુગલબંધી પડદા પર જોવા માટે ફેન્સ અત્યારથી જ ઉત્સાહિત છે.

Leave A Comment