અમેરિકાએ ઇન્ડિયન મેપવાળી પોસ્ટ હટાવી:PoK-અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો બતાવ્યો હતો; ટ્રેડ ડીલ પછી શેર કર્યો હતો
અમેરિકાએ બુધવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) ને ભારતનો હિસ્સો દર્શાવતી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) એ 7 ફેબ્રુઆરીએ ભારત-અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટ પછી કરવામાં આવેલી પોસ્ટમાં ભારતનો નકશો શેર કર્યો હતો. જાહેર થયા બાદ આ નકશો ચર્ચામાં આવ્યો હતો. અત્યાર સુધી અમેરિકી એજન્સીઓ ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીનને વિવાદિત વિસ્તાર તરીકે અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’ થી દર્શાવતી હતી. જોકે, આ પોસ્ટમાં આવો કોઈ નિશાન કે લાઈન નહોતી, પરંતુ સમગ્ર વિસ્તારને ભારતનો અભિન્ન અંગ દર્શાવવામાં આવ્યો હતો. આ બદલાવ પછી ઘણા નિષ્ણાતોનું કહેવું હતું કે પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકાના સંબંધોમાં તણાવ વચ્ચે આ પગલું ભારતના સમર્થનનો સંકેત હોઈ શકે છે. તો કેટલાક લોકોએ તેને ભૂલથી જાહેર થયેલું ગણાવ્યું. આ તમામ અટકળો વચ્ચે હવે USTR એ આ પોસ્ટ હટાવી દીધી છે. જોકે, આ અંગે હાલમાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અમેરિકાએ આ ભારતનો નકશો શેર કર્યો હતો… PoK ને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે PoK વિવાદ જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર સાથે સંકળાયેલો સૌથી જૂનો વિવાદ છે. આ 1947થી ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ, તણાવ અને રાજદ્વારી લડાઈનું કારણ બન્યો છે. વિવાદની શરૂઆત પાકિસ્તાની PM બોલ્યા હતા- કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે અમેરિકાના મેપ શેર કરતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5 ફેબ્રુઆરીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે. શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભું છે અને જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ કાશ્મીરના લોકોની ઇચ્છા મુજબ થવો જોઈએ. શહબાઝે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવોને લાગુ કરવાથી જ થઈ શકે છે. તેમણે કહ્યું, ‘હું પાકિસ્તાની લોકો અને પાકિસ્તાની નેતૃત્વ વતી કાશ્મીરના મારા ભાઈઓ સાથે એકતા દર્શાવવા આવ્યો છું.’ તેમણે કહ્યું કે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ આ ક્ષેત્રને પાકિસ્તાનની લાઇફ લાઇન ગણાવ્યું હતું. શહબાઝ બોલ્યા- કાશ્મીરનો મુદ્દો અમારી ફોરેન પોલિસીનો પાયો છે શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનની ફોરેન પોલિસીનો આધાર છે. શહબાઝે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા ચાર દિવસીય સૈન્ય સંઘર્ષને પણ યાદ કર્યો. તેમણે દાવો કર્યો કે આ સંઘર્ષ પછી કાશ્મીર મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરી તાકાત સાથે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત હવે પ્રોક્સી દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાન દાવો કરે છે કે મિલિટન્ટ ગ્રુપ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ને ભારતનો ટેકો મળે છે, જ્યારે ભારત આવા આરોપોને હંમેશા નકારતું રહ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

