અમેરિકામાં ગોલ્ડી બરાડ પર ₹10 કરોડનું ઇનામ:FBIની ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ, લૉરેન્સ ગેંગ સાથે જોડાયેલો, નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ
અમેરિકન તપાસ એજન્સી FBIએ ગેંગસ્ટર સત સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે. બરાડ વિશે માહિતી આપનારને 10 લાખ ડોલર (લગભગ 9.5 કરોડ રૂપિયા) સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. બરાડને લૉરેન્સ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો ઉત્તર અમેરિકામાં મુખ્ય ઑપરેશનલ લીડર ગણાવવામાં આવ્યો છે. લૉરેન્સ અને ગોલ્ડી બરાડ પર 2023માં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ છે. આ જ વર્ષે જુલાઈમાં નિજ્જરની હત્યાને લઈને અમેરિકાએ પહેલીવાર ચાર્જશીટ દાખલ કરી હતી. અમેરિકન સરકારના જણાવ્યા અનુસાર, લૉરેન્સ ભારતીય જેલમાં રહીને પણ આંતરરાષ્ટ્રીય અપરાધ નેટવર્ક ચલાવી રહ્યો હતો. તે જેલમાં તસ્કરી દ્વારા પહોંચાડવામાં આવેલા મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ કૉલિંગ ડિવાઇસના માધ્યમથી હત્યા, ખંડણી, અપહરણ, ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવી પ્રવૃત્તિઓના નિર્દેશ આપતો હતો.
જુલાઈમાં આવેલા અમેરિકન અહેવાલમાં ગેંગને લઈને 5 દાવા કરવામાં આવ્યા હતા 1. આરોપ માત્ર ગુનેગારો પર, સરકારનો કોઈ ઉલ્લેખ નથી સમગ્ર અમેરિકન આરોપપત્ર અને પ્રેસ રિલીઝમાં ભારત સરકાર, RAW, NIA અથવા કોઈ ભારતીય સરકારી અધિકારી પર કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. આરોપ માત્ર કથિત ગુનાહિત ગેંગો અને તેમના સભ્યો પર છે. 2. ઓપરેશન હાર્ડ બૉલ હેઠળ 37 સામે આરોપ, 24ની ધરપકડ અમેરિકા, કેનેડા અને યુરોપે સંયુક્ત અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ ચલાવીને ભારતમાં નેટવર્ક ધરાવતી ત્રણ આંતરરાષ્ટ્રીય અપરાધી ગેંગ્સ સામે કાર્યવાહી કરી. તેમાં 37 લોકો સામે આરોપો મૂકવામાં આવ્યા અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી. 3. બિશ્નોઈ પર જેલમાંથી ગેંગ ચલાવવાનો આરોપ અમેરિકી આરોપપત્ર મુજબ, લોરેન્સ બિશ્નોઈ ભારતની જેલમાં રહીને મોબાઇલ અને ઇન્ટરનેટ કૉલિંગ (VoIP) ડિવાઇસ દ્વારા હત્યા, ખંડણી, અપહરણ, ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવા ગુનાઓનું સંચાલન કરતો હતો. 4. નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો આરોપ અમેરિકી ન્યાય વિભાગનો આરોપ છે કે 18 જૂન 2023ના રોજ કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આદેશ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે આપ્યો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


