'અમે લોકો ડરવાના નથી':સગા ભાઈ પર કુહાડીથી થયેલા જીવલેણ હુમલા પર પંકજ ત્રિપાઠી બોલ્યા, કહ્યું- સંસારમાં કોઈની સાથે ખોટું કર્યું નથી
જૂનમાં પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ વિજેન્દ્ર નાથ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે લાંબા સમય બાદ પંકજ ત્રિપાઠીએ આ હુમલા વિશે વાત કરી છે. તેનું કહેવું છે કે તેના પરિવારે ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી, આ જ કારણ છે કે પરિવાર કોઈનાથી ડરતો નથી. તાજેતરમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટર પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે, ‘મને મારા પરિવાર સાથે ખૂબ લગાવ છે, અમે દિવસમાં એકવાર ચોક્કસ વાત કરીએ છીએ. આ ઘટનાની મારા પર અસર ચોક્કસ પડી, પરંતુ મને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. અમે કોઈનાથી ડરનારા લોકો નથી.’ આગળ એક્ટરે કહ્યું છે કે, ‘અમે સંસારમાં કોઈના માટે ખોટું કર્યું નથી, તો ડર શેનો. તે એક અપ્રિય ઘટનાથી વિશેષ કંઈ નથી. જીવનમાં આવી ઘટનાઓ બનતી રહે છે.’ જાણો શું હતો હુમલાનો સંપૂર્ણ વિવાદ? જૂનમાં બિહારના ગોપાલગંજમાં અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ વિજેન્દ્ર નાથ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો. ઘટના બરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામની છે. વિજેન્દ્ર નાથ તિવારી મોડી સાંજે પોતાના ઘરના દરવાજા પર બેઠા હતા. આ દરમિયાન અચાનક 2 લોકોએ વિજેન્દ્ર પર હુમલો કર્યો. હુમલામાં તેઓ લોહીલુહાણ થઈને ત્યાં જ પડી ગયા. વિજેન્દ્ર નાથને તરત જ સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ ડોકટરોએ તેમની હાલત જોઈને તેમને પટના AIIMS રિફર કર્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિજેન્દ્રનો આરોપીઓ સાથે જમીન વિવાદ હતો, જેના કારણે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જલ્દી શરૂ કરશે યુટ્યુબ ચેનલ છેલ્લી વાર આ જ વર્ષની ફિલ્મ કૃષ્ણા અવતારમમાં જોવા મળેલા પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવાના છે. આવનારા દિવસોમાં તેઓ ફિલ્મ મિર્ઝાપુરમાં જોવા મળશે, જે 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઉપરાંત તેઓ ફિલ્મ પારિવારિક મનુરંજન અને ઓહ માય ડોગમાં જોવા મળશે. પંકજ ત્રિપાઠી 12 વર્ષ પછી થિયેટરમાં પણ વાપસી કરવાના છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

