અરિજિતને મનાવવા આમિર ખાન પોતે પ.બંગાળ પહોંચ્યો?:બંનેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક શરૂ; એક્ટરનો પતંગ ઉડાડતો વીડિયો પણ વાઈરલ
અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ દરમિયાન આમિર ખાન તેને મળવા પહોંચ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં આમિર ખાન પતંગ ઉડાવતો જોવા મળી રહ્યો છે, જેના પર ચાહકો જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. સાથે જ લોકો બંનેની મુલાકાતનું કારણ પણ જાણવા માંગે છે. વીડિયોમાં આમિર ખાનને પતંગ ઉડાવતા જોઈ શકાય છે. આ દરમિયાન એક્ટરની ટીમ પણ તેમની સાથે હાજર જોવા મળી રહી છે. બીજા વીડિયોમાં આમિર ખાનને કારમાંથી ઉતરતા જોઈ શકાય છે. આ દરમિયાન એક્ટર પાપારાઝીનું અભિવાદન કરતો જોવા મળ્યો. અન્ય વીડિયો પણ છે, જેમાં તેઓ પોતાની કારમાં બેઠો છે અને ફોટોગ્રાફર્સ તેની એક ઝલક મેળવવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે આમિર ખાન સિંગરને મનાવવા આવ્યો છે, જેથી તે પોતાનો નિર્ણય બદલી નાખે. જોકે, બંનેની મુલાકાતનું અસલી કારણ શું છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ખરેખર, અરિજિત સિંહનું ઘર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજમાં છે. કલકત્તા ટાઈમ્સ અનુસાર, આમિર ખાન બે દિવસ માટે જિયાગંજમાં જ રોકાશે, જ્યાં તે કથિત રીતે અરિજિત સિંહ સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

