'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 11- HLVની ગણતરી કેવી રીતે કરી શકાય
છેલ્લાં લેખમાં ટર્મ પ્લાન એટલે કે મુદ્દતી વીમા વિશે વિસ્તૃત વાત કરી.હવે, દરેક વ્યક્તિના મન માં એક વિચાર ચોકકસ આવે કે કેટલી કિંમત નો ટર્મ પ્લાન લેવો જોઈએ. મારી હ્યુમન લાઇફ વેલ્યુ (HLV) કેટલી છે? તો આજે આ લેખ માં તમારી HLV ની ગણતરી કેવી રીતે કરી શકાય એના વિશે વિસ્તૃત માહિતી આપીશ. આમ, તો ઘણી બધી પદ્ધતિ હોય છે પણ એમાં આજે LIFE LINE વિશે વાત કરીએ. આ પદ્ધતિ માં થોડી ગણતરી કરવામાં આવે છે. લાઈફ લાઈન અપ્રોચ · તમારી અત્યારની ઉંમર ___ અને અત્યાર ની સરેરાશ માસિક આવક ___* 12 · વાર્ષિક આવક ___ · કઈ ઉંમર થી કમાવાનું શરૂ કર્યું ___ · કેટલા વર્ષ કામ કર્યું ___ · અત્યાર સુધી કેટલું કમાયા ___ · અત્યાર ની આવક _ * સેવાનિવૃત્તિ નાં વર્ષો ___ · ભવિષ્ય માં આટલું તો કમાઈ ને આપશો જ ( હ્યુમન લાઇફ વેલ્યુ HLV ) ___ · જો કોઈ વીમા કવચ હોય તો તે હ્યુમન લાઇફ વેલ્યુ માંથી બાદ કરવું. આ પદ્ધતિથી તમને તમારી Exact HLV મળી શકશે. આ પદ્ધતિથી તમને એક રસ્તો મળશે જેનાથી તમે તમારું ભવિષ્ય નું સચોટ પ્લાનિંગ કરી શકો. માટે, હું હંમેશા કહું છું કે આર્થિક આયોજન એ કોઈ વ્યક્તિ કે પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો સચોટ ગણતરી કરીને કર્યું હશે તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં તમને રૂપિયાની તકલીફ ક્યારે પણ નહીં પડે. અને આની માટે તમારી પાસે અનુભવી Financial Advisor હોવો ખૂબ જ જરૂરી છે. આવતાં લેખમાં, હું ત્રીજી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપીશ. સકુશળ રહો, સમૃદ્ધ રહો, પોતાનાં પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનો…. આભાર સહ…. વિજય ગાંધી ઓનર બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર M – 9898999551 vijay.gandhi78@gmail.com
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

