આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ!:ટીમ ઈન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વન્ડર બોય સૂર્યવંશી, કહ્યું- 'જેના માટે બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું'
ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારો વૈભવ સૂર્યવંશી માટે આખરે એ ક્ષણ આવી ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પહેલીવાર પસંદ કરાયેલા 15 વર્ષના આ યુવા બેટ્સમેને જ્યારે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ જર્સી પર પોતાનું નામ જોયું, ત્યારે તે અત્યંત ભાવુક થઈ ગયો હતો. ‘જેના માટે પહેલીવાર બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું’ BCCI દ્વારા શેર કરવામાં આવેલા એક ખાસ વીડિયોમાં વૈભવે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે, ક્રિકેટ રમવાની શરૂઆત જ તેણે એક દિવસ ભારતની જર્સી પહેરવાના સપના સાથે કરી હતી અને હવે જ્યારે એ ડ્રીમ પૂરું થયું છે ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. વૈભવે ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ કહ્યું- આ અહેસાસને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. જે વસ્તુ માટે મેં પહેલા જ દિવસથી બેટ પકડ્યું હતું અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ માટે ગયો હતો, તે સપનું આજે મારું પૂરું થયું છે. જે મુખ્ય સ્ટેપ હોય છે, તે આજે કમ્પ્લીટ થયું. આ બધું એક સપના જેવું જ લાગી રહ્યું છે. યુવા બેટ્સમેને ઉમેર્યું કે જર્સી જોતા જ તેના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી અને તે પોતાના ઈમોશન્સ પર કાબૂ રાખી શક્યો નહોતો. વૈભવ પહેલી વાર નેશનલ ટીમમાં સૂર્યવંશીને પહેલી વાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામનાર સૌથી યુવા ભારતીય બન્યો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. બેટિંગથી મચાવી રહ્યો છે ધમાલ, તોડ્યા અનેક રેકોર્ડ્સ વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સ્થાન એમ જ નથી મળ્યું. છેલ્લા એક વર્ષમાં તેણે દરેક મોટા સ્ટેજ પર પોતાના બેટથી એવું પ્રદર્શન કર્યું છે કે સિલેકટર્સ માટે તેને નજરઅંદાજ કરવો અશક્ય બની ગયો હતો. લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી: તાજેતરમાં ઈન્ડિયા-એ તરફથી રમતા ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં તેણે માત્ર 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી, જે લિસ્ટ-A ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી છે. અંડર-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ: આ પહેલા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને તેણે ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. IPL 2026માં પણ રહ્યો કિંગ વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ (IPL) 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમતા પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની એલિમિનેટર મેચમાં તેણે 29 બોલમાં 97 રન ફટકારી દીધા હતા. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ (GT) સામે ક્વાલિફાયર-2માં 47 બોલમાં 96 રન બનાવીને તેણે સાબિત કરી દીધું હતું કે તે મોટી મેચોનો ખેલાડી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

