આંખોમાં આગ, હાથમાં હથિયાર!:KGF સ્ટાર યશનો 'એનિમલ' અવતાર; 'ટોક્સિક'નું લોહીથી લથબથ ટીઝર રિલીઝ, અડધો ડઝન હીરોઈન પણ એક ઝલક ન દેખાઈ

Last Updated: February 20, 2026By

સાઉથ સુપરસ્ટાર અને ‘KGF’ ફેમ રોકિંગ સ્ટાર યશ છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ને લઈને ચર્ચામાં છે. ગયા મહિને મેકર્સે યશના કેરેક્ટરને ઈન્ટ્રોડ્યુસ કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. હવે મેકર્સે આ ફિલ્મનું એક નવું પાવરફુલ ટીઝર રિલીઝ કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટીઝરમાં શું છે ખાસ? 1 મિનિટ અને 55 સેકન્ડના આ ટીઝરની શરૂઆત એક રહસ્યમય અવાજ સાથે થાય છે, જે યશને સમજાવતો હોય તેવું લાગે છે. વોઈસઓવરમાં સાંભળવા મળે છે- “આ વખતે જંગ અલગ છે. બધા સાથે ટકરાવવું ભારે પડશે. જીદ છોડી દે… છોડી દે રાયા. ઈટ્સ ઓવર.” આ ફિલ્મમાં યશના પાત્રનું નામ ‘રાયા’ છે. ત્યારબાદ યશની ડેશિંગ એન્ટ્રી થાય છે. તેના ધારદાર ડાયલોગ્સ ચાહકોના દિલ જીતી રહ્યા છે. યશ કહે છે, “અભી ઓવર નહીં હુઆ, જબ મૈં કહેતા હું તબ ઓવર હોતા હૈ.” ટીઝરમાં યશનો અંદાજ એકદમ ખૌફનાક અને એક્શનથી ભરપૂર જોવા મળી રહ્યો છે. તે દુશ્મનો પર ભારે પડતો નજરે પડે છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં અડધો ડઝનથી વધુ એક્ટ્રેસ હોવા છતાં, ટીઝરમાં એક પણ હીરોઈન લીડ એક્ટ્રેસ તરીકે નથી. આ કેટલાકને નિરાશાજનક લાગી શકે છે, જોકે ડિરેક્ટર ગીતુ મોહનદાસ સિક્રેટ રાખતા હોય તેવું લાગે છે. પડદા પાછળ ઘણી બધી બાબતો ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે. વિલનની ખતરનાક એન્ટ્રી ટીઝરમાં 1 મિનિટ અને 28 સેકન્ડ પર એક બીજા પાત્રની એન્ટ્રી થાય છે. જોકે તેનું મોઢું બતાવવામાં આવ્યું નથી, પરંતુ તેની ક્રૂરતા જોઈને એવું લાગે છે કે તે જ ફિલ્મનો મુખ્ય વિલન છે. તે ખૂબ જ નિર્દયતાથી લોકોની હત્યા કરતો જોવા મળે છે. ફિલ્મમાં યશ અને આ ખુંખાર વિલન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે તે નક્કી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ‘ટોક્સિક’નું ડિરેક્શન ગીતુ મોહનદાસ કરી રહી છે અને આ વાર્તા એવા વ્યક્તિની આસપાસ ફરે છે, જેણે ડર, લોહી અને છેતરપિંડીથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ KVN પ્રોડક્શન્સના બેનર હેઠળ થયું છે અને તેને એક હાઈ-એન્ડ એક્શન ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં યશ ઉપરાંત કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા, રુક્મિણી વસંત, ટોવિનો થોમસ, અક્ષય ઓબેરોય, ડેરેલ ડિસિલ્વા, સુદેવ નાયર જેવા કલાકારો પણ જોવા મળશે. આ સ્ટારકાસ્ટ અને વાર્તાને કારણે પહેલાથી જ ઘણી ચર્ચા ચાલી રહી છે. જુઓ સંપૂર્ણ ટીઝર:- 4 વર્ષ બાદ મોટા પડદે ધમાકેદાર વાપસી યશ છેલ્લે વર્ષ 2022માં ‘KGF 2’માં જોવા મળ્યો હતો. ત્યારપછી તે કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત ડાયરેક્ટર ગીતુ મોહનદાસે કર્યું છે, જે પોતાની અલગ પ્રકારની વાર્તાઓ માટે જાણીતા છે. KGF ના ‘રોકી ભાઈ’ પછી હવે ચાહકો તેને ‘રાયા’ ના અવતારમાં જોવા માટે આતુર છે. ‘ધુરંધર 2’ સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ યશની આ ફિલ્મ 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તે જ દિવસે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ પણ રિલીઝ થઈ રહી છે. આમ, બોક્સ ઓફિસ પર બે મોટા સુપરસ્ટાર્સ વચ્ચે જોરદાર જંગ જામશે.