'આખી દુનિયા એક તરફ, ઇમરાન હાશ્મી એક તરફ':અમૃતા ખાનવિલકરે 'તસ્કરી'ના સેટ પર થયેલી ઇજાનો કિસ્સો શેર કર્યો, એક્ટરને રિયલ જેન્ટલમેન ગણાવ્યો
ટીવી, ફિલ્મ અને OTTની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ અમૃતા ખાનવિલકર માટે વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ ખાસ રહી છે. આ વર્ષે તેની બે વેબ સિરીઝ રિલીઝ થઈ, જેમાંથી એકમાં તેણે ઇમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરી છે. દમદાર પાત્રો, એક્શન સિક્વન્સ અને અલગ-અલગ જોનરમાં કામ કરીને અમૃતાએ ફરી એકવાર પોતાની વર્સેટિલિટી સાબિત કરી છે. થિયેટરથી લઈને OTT સુધી, દરેક પ્લેટફોર્મ પર તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટ્રેસે ઇમરાન હાશ્મી સાથે કામ કરવાના અનુભવ, પોતાના તાજેતરના પ્રોજેક્ટ્સ અને ભવિષ્યની યોજનાઓ વિશે ખૂલીને વાત કરી. 2026ની શરૂઆત તમારા માટે ઘણી રોકિંગ રહી છે. બે વેબ સિરીઝ રિલીઝ થઈ છે, તેને તમે કેવી રીતે જુઓ છો? ખરેખર આ શરૂઆત ઘણી રોકિંગ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે મેં કોઈ ન્યૂયર રેઝોલ્યુશન પણ લીધું ન હતું અને તેમ છતાં બધું આપમેળે યોગ્ય રીતે થતું ગયું. હું મારા મરાઠી થિયેટરની રિહર્સલ કરી રહી હતી, ત્યારે જ ડિસેમ્બરમાં મને ફોન આવ્યો કે, ‘તસ્કરી’ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે અને પ્રમોશન માટે મારી તારીખો જોઈશે. સંયોગથી 7 અને 8 જાન્યુઆરીની જે બે તારીખો માંગવામાં આવી હતી, તે દિવસોમાં હું ફ્રી હતી. બધું ખૂબ જ આરામથી થઈ ગયું અને મને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો. ‘તસ્કરી’ હોય કે ‘સ્પેસ ઝેન: ચંદ્રયાન’, બંનેમાં તમારા પાત્રો એકબીજાથી બિલકુલ અલગ છે. આને ભજવવું કેટલું પડકારજનક હતું? ‘તસ્કરી’માં મને મિતાલી કામથના રોલ માટે નહીં, પરંતુ કોઈ બીજા પાત્રના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ખબર નહીં નીરજ અને રાઘવ સરના મનમાં શું આવ્યું કે તેમણે કહ્યું, ‘આનું પણ ઓડિશન આપી દો.’ નીરજ સરે મને પૂછ્યું કે શું મને એક્શન આવડે છે? મેં પ્રામાણિકપણે કહ્યું કે એક્શન તો નહીં, પણ હું ડાન્સર છું, એટલે કોરિયોગ્રાફી સમજું છું. આ પછી દોઢ કલાક સુધી સ્ટંટની રિહર્સલ કરાવવામાં આવી અને પછી ઓડિશન લેવામાં આવ્યું. ઓડિશન જોતા જ તેમણે જણાવ્યું કે, આ જ રોલ હું કરીશ. એક એક્શન સીન દરમિયાન ભૂલથી મેં મારા સ્ટંટમેનને મુક્કો માર્યો, જે તેના હાડકાં પર વાગ્યો અને મારો હાથ પણ સોજી ગયો. આ છતાં તરત જ ગ્લવ્ઝ પહેરીને મારે કિક બોક્સિંગવાળા મોન્ટેજ માટે ફોટોશૂટ કરવાનું હતું. દુખાવો ભૂલીને હું કામ પર લાગી ગઈ. હવે આ જ કિસ્સા હું આગળ જતાં મારા પૌત્ર-પૌત્રીઓને સંભળાવીશ. તેમજ ‘સ્પેસ ઝેન: ચંદ્રયાન’માં મને ફરી એકવાર TVF સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ સિરીઝ દ્વારા મેં વૈજ્ઞાનિકોના જીવનને ખૂબ નજીકથી અનુભવ્યું કે, કેવી રીતે તેમના વ્યવસાયમાં 0.0001 ટકાની પણ કેટલી અગત્યતા હોય છે. આવા રોલ કર્યા પછી શું તમારા મનનો ડર ખતમ થઈ ગયો છે? શું આગળ તમે વધુ એક્સપેરિમેન્ટલ રોલ કરશો? હા, ડર તો તે જ સમયે ખતમ થઈ ગયો હતો, જ્યારે મેં નીરજ પાંડે જેવા ડિરેક્ટર સાથે એક એક્શન સિરીઝ કરી લીધી. આ પછી મારી ઈચ્છા હતી કે હું TVF સાથે પણ એક નક્કર કામ કરું અને તે તક મને મળી. આગળ પણ હું આ જ ઈમાનદારી સાથે અલગ-અલગ પ્રકારના કામ કરવા માંગુ છું. ‘તસ્કરી’ના સેટ પર ઇમરાન હાશ્મીને જોઈને શું તમે ક્યારેય સ્ટારસ્ટ્રક થયાં હતાં? કોઈ ખાસ ક્ષણ જે તમારા માટે યાદગાર રહી હોય? મારી અને નંદીશની જે જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાય છે, તે ફક્ત ઇમરાન સરના કારણે જ શક્ય બની શકી. જ્યારે એક એક્શન સીન દરમિયાન મને ઈજા થઈ, તે સમયે મારી પાછળ ઇમરાન સર જ હતા. તેમણે તરત જ સીન રોકાવ્યો, આઇસ બકેટ મંગાવ્યું અને પોતે મારો હાથ પકડીને તેમાં નાખ્યો. દુખાવાના કારણે હું રડી પડી હતી, પરંતુ તેમણે મને સંભાળી. ખરેખર, એ કહેવું ખોટું નહીં હોય કે ‘આખું બોલિવૂડ એક તરફ અને ઇમરાન હાશ્મી એક તરફ.’ સેટ પર ઘણા મેકઅપ આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સ મારી પાસે આવીને કહેતા હતા કે, ‘મેમ, બસ એક ફોટો પડાવી આપો’ અથવા ‘અમારે તેમને બસ જોવા છે.’ તેમની સાથે કામ કરવામાં એક અલગ જ પ્રકારનો આરામ હતો. તેમનો ઓરા જ અલગ છે. તેઓ એવા એક્ટર છે, જેમને ન નિષ્ફળતાથી ફરક પડે છે, ન સફળતાથી. તમારા મતે OTT પ્લેટફોર્મ નવા કલાકારોને કઈ રીતે તકો આપી રહ્યું છે? મને લાગે છે કે OTT સૌથી વધુ લેખકોનું માધ્યમ છે. અહીં પાત્રોને ખૂબ જ અલગ રીતે લખી શકાય છે. ભલે પાત્ર ડાર્ક હોય કે ગ્રે ઝોનમાં હોય, દર્શકો તેને સ્વીકારી લે છે. વાર્તા કહેવાના દૃષ્ટિકોણથી OTT એક ખૂબ જ શક્તિશાળી પ્લેટફોર્મ છે. જ્યારે જયદીપ અહલાવત, તિલોત્તમા શોમે, કોંકોના સેન શર્મા જેવા કલાકારો હોય, તો પછી શું કહેવું. અહીં હીરો-હીરોઈન નહીં, ફક્ત કન્ટેન્ટ કામ કરે છે. ફિલ્મો ઉપરાંત તમે થિયેટરમાં પણ ખૂબ સક્રિય છો અને આ વખતે તમારો શો જાતે જ પ્રોડ્યુસ કરી રહ્યા છો. તેના વિશે જણાવો. આ મરાઠી રંગભૂમિમાં મારું ડેબ્યુ છે, જેમાં હું એક્ટિંગની સાથે-સાથે નિર્માતા પણ છું. થિયેટર મને ખૂબ ગમે છે, કારણ કે જે સંતોષ થિયેટર આપે છે, તે બીજું કોઈ મંચ આપી શકતું નથી. જ્યારે 700-800 લોકો તમને લાઇવ જોવા આવે છે અને શો પૂરો થતાં જ તમને તેમનો પ્રેમ મળે છે, તે અનુભવ અમૂલ્ય હોય છે. અત્યાર સુધી અમે મુંબઈ, પુણે, સાતારા, સાંગલી અને કોલ્હાપુર મળીને 10 શો કરી ચૂક્યા છીએ. નાટકનું નામ ‘લગ્ન પંચમી’ છે. તમે તમારી અત્યાર સુધીની સફરને કેવી રીતે જુઓ છો? આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હું ભગવાનનો આભાર માનું છું કે, તેમણે મને આ દિવસ બતાવ્યો. દરેક વ્યક્તિ મહેનત કરે છે પરંતુ ઘણી વાર કામ ધ્યાન પર આવતું નથી. હું મારી જાતને નસીબદાર માનું છું કે, મને દર્શકોનો આટલો પ્રેમ મળ્યો અને તેના માટે હું હંમેશા આભારી રહીશ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

