આજથી RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠક:વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા ઓછી, હાલ રેપો રેટ 5.25% છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે એટલે કે 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ બેઠક 6 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તે જ દિવસે તેમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. નિષ્ણાતોના મતે આ બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડાની ઓછી જ અપેક્ષા છે. આ પહેલા ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને તેને 5.25% કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષે 4 વખત રેપો રેટ ઘટ્યો, 1.25%નો ઘટાડો થયો RBI એ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દરોને 6.5% થી ઘટાડીને 6.25% કરી દીધા હતા. મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો. બીજી વખત એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં ત્રીજી વખત દરોમાં 0.50%નો ઘટાડો થયો. જ્યારે ત્યારબાદ ડિસેમ્બરમાં 0.25%નો ઘટાડો કર્યો. એટલે કે, મોનેટરી પોલિસી કમિટીએ 4 વખતમાં વ્યાજ દરો 1.25% ઘટાડ્યા. રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે- ઘટાડે છે? કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી ટુલ છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે. પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો પોતાના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટે છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે. એ જ રીતે, જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. દર બે મહિને RBIની મીટિંગ થાય છે મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. તેમાંથી 3 RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની મીટિંગ દર બે મહિને થાય છે. હાલમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાવાની છે, આ આ નાણાકીય વર્ષની છેલ્લી મીટિંગ છે. પ્રથમ બેઠક 7-9 એપ્રિલે યોજાઈ હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

