આજે કોહલીનો રેકોર્ડ તોડી શકે છે વૈભવ સૂર્યવંશી:અંડર-19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે મેચ, ભારતને જીતવાની બીજી તક
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી આજે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકે છે. તે 4 રન બનાવવાની સાથે યુથ વનડેમાં ભારતના ટોપ સ્કોરરની યાદીમાં કોહલીને પાછળ છોડી દેશે. વૈભવ શનિવારે અંડર-19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમવા ઉતરશે. આ મેચ બુલાવાયોમાં બપોરે એક વાગ્યાથી રમાશે. આ મુકાબલામાં ભારતીય ટીમ પાસે આ ટુર્નામેન્ટમાં બીજી જીત મેળવવાની તક હશે. ટીમ ઇન્ડિયાએ પહેલા મુકાબલામાં USA પર 6 વિકેટે જીત મેળવી હતી. 2 દિવસ પહેલા 15 જાન્યુઆરીએ રમાયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશી માત્ર 2 રન જ બનાવી શક્યા હતા. કોહલીના રેકોર્ડથી 3 રન દૂર વૈભવ યુથ વનડેમાં ભારતના ટોપ સ્કોરરની યાદીમાં વૈભવ સૂર્યવંશી 8મા નંબરે છે. તેના નામે 19 મેચમાં 975 રન છે. તે વિરાટ કોહલીથી 3 રન પાછળ છે. વિરાટે 28 મેચમાં 978 રન બનાવ્યા છે. ભારતે 70% થી વધુ મેચ જીતી અગાઉના રેકોર્ડમાં ભારતીય ટીમ વધુ સારી છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશ સામે 70% થી વધુ મેચ જીતી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાંથી 5 ભારતીય ટીમે જીતી છે. જ્યારે, 2 મેચ બાંગ્લાદેશના નામે રહી છે. અભિજ્ઞાન ભારતના ટોપ સ્કોરર, હેનિલને 5 વિકેટ આ ટુર્નામેન્ટમાં ભારતે એક જ મેચ રમી છે. આ મેચમાં અભિજ્ઞાન કુંદુએ 42 રન બનાવ્યા હતા. જ્યારે, જમણા હાથના ઝડપી બોલર હેનિલ પટેલે સાત ઓવરમાં 16 રન આપીને પાંચ વિકેટ લીધી છે. બાંગ્લાદેશ પહેલી મેચ રમશે બાંગ્લાદેશની ટીમ આ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહી છે. આવા સંજોગોમાં ટીમ પ્રથમ મેચ જીતીને મજબૂત શરૂઆત કરવા ઈચ્છશે. ટીમ પાસે જાવેદ અબરાર, કલામ સિદ્દીકી જેવા બેટર છે. જ્યારે, બોલિંગ લાઈનમાં ઈકબાલ હુસૈન અને શાહરીર અહેમદ જેવા નામ છે. બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ પંગાલિયા, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, ખિલન પટેલ. બાંગ્લાદેશ: અઝીઝુલ હકીમ તમીમ (કેપ્ટન), જવાદ અબરાર, રિફત બેગ, કલામ સિદ્દીકી, મોહમ્મદ અબ્દુલ્લા, શેખ પરવેઝ જીબોન, ફરીદ હસન ફૈઝલ, સમિઉન બસીર રતુલ, અલ ફહદ, સાદ ઇસ્લામ રજીન, ઇકબાલ હુસૈન. મેચ ક્યાં જોઈ શકાય? ભારત અને બાંગ્લાદેશ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, તમે ભાસ્કર એપ પર મેચનું કવરેજ વાંચી શકો છો. ————————————————— ક્રિકેટના આ સમાચાર પણ વાંચો… T20 વર્લ્ડકપ વિવાદ ઉકેલવા ICCના 2 અધિકારીઓ ઢાકા જશે:બાંગ્લાદેશ સ્થળ બદલવાની માગ પર અડગ; BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યો હતો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના 2 અધિકારીઓ ઊ20 વર્લ્ડ કપ વિવાદ ઉકેલવા માટે ઢાકા જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર ઇફ્તેખાર રહેમાને શુક્રવારે ક્રિકબઝને આ વાતની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે ICC પ્રતિનિધિઓ શનિવારે ઢાકા પહોંચશે. રહેમાને કહ્યું- ‘અમે તેમની સાથે બેસવા માટે ઉત્સુક છીએ. અમને આશા છે કે આ મુદ્દાનો ઉકેલ આવી જશે.’ વાંચો સંપૂર્ણ સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

