આતંકવાદ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ નહીં:મોદીએ કહ્યું- તમિલ ભાષા ભારત-મલેશિયાને જોડે છે; મિત્રને આપેલું વચન પાળવા હું અહીં આવ્યો

Last Updated: February 8, 2026By

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમને આજે પેરદાના પુત્રા ભવનમાં ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સ્વાગત બાદ પીએમ મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે MoUનું આદાન-પ્રદાન થયું. મલેશિયાના પીએમએ જણાવ્યું કે સમજૂતી કરારો સહિત 11 દસ્તાવેજોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે 2025માં દ્વિપક્ષીય વેપાર 18.59 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન કહ્યું કે ભારત અને મલેશિયા કૃષિ, મેન્યુફેક્ચરિંગથી લઈને, સ્વચ્છ ઊર્જા અને સેમિકન્ડક્ટર સુધી, દરેક ક્ષેત્રમાં સહયોગ વધારી રહ્યા છે. પીએમ મોદી આજે ભારત-મલેશિયાના 10મા CEO ફોરમમાં પણ ભાગ લેશે. આ ફોરમમાં બંને દેશોના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સામેલ થશે. વડાપ્રધાન મોદી શનિવારે આઠ વર્ષ બાદ મલેશિયા પહોંચ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2018માં મલેશિયા ગયા હતા. પીએમ મોદીના મલેશિયા પ્રવાસ સંબંધિત અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…