આમિર ખાનના ઘરની બહાર સુરક્ષા વધારાઈ:લોરેન્સ ગેંગની કથિત ધમકી બાદ વાઈરલ પોસ્ટ અને ઓડિયોની તપાસ શરૂ

Last Updated: July 19, 2026By

આમિર ખાનને ત્રીજા લગ્ન કરવા બદલ કથિત ધમકી મળવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શનિવારે વોઇસ ક્લિપ અને સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવ્યા બાદ પોલીસે બાંદ્રા પશ્ચિમના પાલી હિલ સ્થિત આમિર ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી. જોકે, આમિર ખાન હાલ દેશની બહાર છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી ન તો વોઇસ ક્લિપ કે ન તો સોશિયલ મીડિયા પોસ્ટની સત્યતા કન્ફર્મ થઈ છે. જ્યારે, મુંબઈ પોલીસ કમિશનર દેવન ભારતીએ કહ્યું, “અમે સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઇસ ક્લિપની સત્યતાની તપાસ કરી રહ્યા છીએ.” શનિવારે આમિર ખાનને લોરેન્સ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા હતા. આમિર ખાનના 5 જુલાઈના રોજ થયેલા ગૌરી સ્પ્રેટ સાથેના લગ્નને લવ જિહાદ ગણાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કથિત રીતે લોરેન્સ ગેંગ તરફથી એક પત્ર અને ઓડિયો નોટ જાહેર કરવામાં આવી છે. પત્રમાં લખ્યું હતું- આપણા દેશમાં આમિર ખાન જેવા લોકો લવ જિહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, અમે તેને સહન નહીં કરીએ. એનો જવાબ ખૂબ જ જલ્દી આને આપવામાં આવશે. આ વસ્તુ આપણા સનાતન ધર્મમાં અને દેશ વિરુદ્ધ છે. આ જે સ્ટારડમના નામે આ વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યા છે, એમનો અમે શ્વાસ દબાવી દઈશું. લોરેન્સ ગેંગની પોસ્ટમાં આમિર ઉપરાંત શ્રીગંગાનગરની ઘટનાનો પણ ઉલ્લેખ લવ જિહાદના આરોપ પર આમિરે સ્પષ્ટતા કરી હતી ત્રીજા લગ્ન કર્યા પછી આમિર ખાનને સોશિયલ મીડિયા પર લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવી રહ્યા છે. વેબસાઇટ રેડિફ સાથેની વાતચીતમાં આમિરે કહ્યું, ‘મારા ત્રણેય લગ્નમાં કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી, કારણ કે લગ્ન સિવિલ મેરેજ હતા. ત્રીજી પત્ની ગૌરી હિંદુ નથી પણ ખ્રિસ્તી છે.’ આમિર ખાનની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટના પિતા તમિલ-બ્રિટિશ મૂળના છે અને તેમની માતા પંજાબી-આઇરિશ મૂળની છે. આમિરે કહ્યું, ‘મારી દીકરી આયરાના લગ્ન એક હિંદુ સાથે થયા છે. મારી બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાનના પતિ પણ હિંદુ છે. કઝિન મન્સૂરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયા છે.’ આમિરે 5 જુલાઈએ કર્યા હતા ત્રીજા લગ્ન આમિર ખાને પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈએ લગ્ન કર્યા. બંનેએ મુંબઈના પાલી હિલ (બાંદ્રા) સ્થિત આમિરના ઘરે લગ્નના કાગળો પર સહી કરી. આ એક પ્રાઈવેટ મેરેજ સેરેમની હતી, જેમાં બંને પરિવારોના લોકો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યા. આમિરના લગ્નની તસવીરો … નેતાઓએ લવ જેહાદ કહ્યો, પૂતળાં ફૂંક્યા આમિર ખાનના ત્રીજા લગ્ન પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘શું આમિર ખાન લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે?’ મહારાષ્ટ્રના જ મંત્રી સંજય શિરસાટે કહ્યું- ‘આ આમિરનું અંગત જીવન છે, પરંતુ આવી બાબતો સમાજ પર ખોટી અસર કરી શકે છે.’ જ્યારે બજરંગ દળ સહિત કેટલીક સંસ્થાઓએ આમિર ખાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેનું પૂતળું પણ ફૂંક્યું. તેનો આરોપ હતો કે, ‘આમિર જાણી જોઈને બિન-મુસ્લિમ મહિલાઓ સાથે લગ્ન કરે છે.’ ગૌરી સ્પ્રેટ સલૂન એન્ટરપ્રેન્યોર અને ફેશન પ્રોફેશનલ છે આમિરે વર્ષ 2025માં પોતાના 60મા જન્મદિવસ પર ગૌરી સાથેના પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. આમિરની જેમ ગૌરી પણ પરિણીત હતી અને તેને 7 વર્ષનો એક બાળક છે. આમિર અને ગૌરી એકબીજાને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે. બંને પહેલા ખૂબ સારા મિત્રો હતા, ત્યારબાદ તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

Leave A Comment