આલિયા-રણબીરની 'લવ એન્ડ વોર' પોસ્ટપોન થઈ!:સંજય લીલા ભણસાલીની ટીમે સ્પષ્ટતા કરી; શૂટિંગમાં વિલંબને કારણે મોકુફ રખાયાની ચર્ચા

Last Updated: January 19, 2026By

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોર આ જ વર્ષે રિલીઝ થવા માટે શેડ્યૂલ હતી, જોકે તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શૂટિંગમાં વિલંબ થવાને કારણે ફિલ્મને પોસ્ટપોન કરીને 2027માં રિલીઝ કરવામાં આવશે. આ દાવાઓને હવે ફિલ્મની ટીમે નકારી કાઢ્યા છે. ટીમનું કહેવું છે કે ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થશે. લવ એન્ડ વોર ફિલ્મ સાથે સંકળાયેલા નજીકના સૂત્રએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફિલ્મ પોસ્ટપોન થવાના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. સૂત્ર મુજબ, ‘સંજય લીલા ભણસાલીએ તાજેતરમાં ફિલ્મનું એક ગીત શૂટ કર્યું છે. ફિલ્મના મોટાભાગના જરૂરી સીન પહેલાથી જ શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 2026માં જ રિલીઝ થશે.’ સૂત્રો અનુસાર, ‘ફિલ્મનું પહેલું ગીત 20 જાન્યુઆરીથી ગોરેગાંવ ફિલ્મ સિટીમાં શૂટ થશે, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ એકસાથે જોવા મળશે. કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરશે અને આ હાઈ-એનર્જી ટ્રેક ભણસાલીની સિગ્નેચર સ્ટાઈલમાં હશે. આ ઉપરાંત, બીજું ગીત ફેબ્રુઆરીમાં શ્યામક દાવરની કોરિયોગ્રાફીમાં શૂટ કરવામાં આવશે, જે પહેલા કરતા પણ મોટું અને પ્રાયોગિક હશે. આ ગીત યુદ્ધના સમયગાળામાં ચાલી રહેલા લવ ટ્રાયેંગલની ભાવનાત્મક લાગણીને વધુ મજબૂત બનાવશે. ફિલ્મના આ મ્યુઝિકલ ટ્રેક્સને જોતા તેને 2026ની એક મોટી સિનેમેટિક ઇવેન્ટ માનવામાં આવી રહી છે.’ પોસ્ટપોન થવાના સમાચાર કેવી રીતે ફેલાયા? તાજેતરમાં પિંકવિલાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ હજુ પણ પૂરું થયું નથી. ફિલ્મ નિર્માતાઓને જૂન પછી ફિલ્મના જરૂરી દ્રશ્યો શૂટ કરવાના છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મને મોટા પાયે તૈયાર કરવા, એરિયલ એક્શન સીન ઉમેરવા અને VFX વર્ક માટે પોસ્ટપોન કરવામાં આવી રહી છે. ફિલ્મ પોસ્ટપોન થવાનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું હતું કે રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ રામાયણ: પાર્ટ-1 નવેમ્બર 2026માં રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં, મેકર્સ ઇચ્છે છે કે રણબીરની બંને ફિલ્મો રામાયણ અને લવ એન્ડ વોર અલગ-અલગ સમયે રિલીઝ થાય, જેથી બંને ફિલ્મોને સારું માર્કેટ મળી શકે. જોકે, હવે ટીમે આ દાવાઓને નકારી કાઢ્યા છે. 14 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ, બે મોટી ફિલ્મો સાથે થશે ક્લેશ ટીમે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ નિર્ધારિત રિલીઝ ડેટ એટલે કે 14 ઓગસ્ટના રોજ જ રિલીઝ થશે. આવી સ્થિતિમાં, તેનો ક્લેશ કાર્તિક આર્યનની સુપરનેચરલ ફેન્ટસી ફિલ્મ નાગઝિલા સાથે થશે, જે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવા માટે શેડ્યૂલ છે. આ બે મોટી બોલિવૂડ ફિલ્મો સાથે પ્રભાસની સાઉથ ફિલ્મ ફૌજી પણ આ જ તારીખે રિલીઝ થવાની છે. સંજય લીલા ભણસાલીની ડિરેક્ટોરિયલ કમબેક ફિલ્મ છે લવ એન્ડ વોર સંજય લીલા ભણસાલીના નિર્દેશનની છેલ્લી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હતી, જે 2022માં રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં, ડિરેક્ટર આ ફિલ્મથી 3 વર્ષ પછી મોટા પડદા પર ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે. આ ઉપરાંત, સંજય લીલા ભણસાલીએ હીરામંડી સિરીઝ પણ ડિરેક્ટ કરી છે, જે OTT પર રિલીઝ થઈ હતી.