ઇંગ્લેન્ડે શ્રીલંકાને 223 રનથી હરાવ્યું:સિરીઝ 2-1થી જીતી; બેન્ટનની પહેલી વન-ડે સદી, બ્રુક- કૉક્સની ફિફ્ટી
ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં શ્રીલંકાને 223 રનથી હરાવી દીધું. આ સાથે ઇંગ્લેન્ડે 3 મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. શ્રીલંકા સામે આ ઇંગ્લેન્ડની સતત પાંચમી વન-ડે સિરીઝ જીત છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 355/7નો સ્કોર બનાવ્યો. બેન્ટને 95 બોલમાં પોતાની પહેલી વન-ડે સદી પૂરી કરી અને 126 રનની ઇનિંગ રમી. હેરી બ્રુકે 77 અને જોર્ડન કૉક્સે 76 રન બનાવ્યા. શ્રીલંકાની આખી ટીમ 29.1 ઓવરમાં 132 રને સમેટાઈ ગઈ. લિયામ ડૉસને 3 અને ગસ એટકિન્સને 2 વિકેટ ઝડપી. બેન્ટને ઇનિંગ સંભાળી ઇંગ્લેન્ડને બીજા જ ઓવરમાં ઝટકો લાગ્યો. બેન ડકેટ 5 બોલમાં ખાતું ખોલ્યા વિના દિલશાન મધુશંકાની બોલ પર બોલ્ડ થયો. ત્યાર બાદ બેન્ટન અને જો રૂટે ઇનિંગ સંભાળી. બંનેએ ટીમને 10 ઓવરમાં 50/1ના સ્કોર સુધી પહોંચાડી. રૂટ 37 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ બેન્ટને બ્રુક સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી. બેન્ટને સતત બીજો 50+ સ્કોર બનાવ્યો અને 33મી ઓવરમાં 95 બોલમાં પોતાની સદી પૂરી કરી. બેન્ટન અને બ્રુક વચ્ચે ત્રીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી થઈ. બ્રુકે 49 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને 77 રન બનાવ્યા. બેન્ટન 38મી ઓવરમાં 126 રન બનાવીને આઉટ થયો. છેલ્લી 10 ઓવરમાં 104 રન 40 ઓવર બાદ ઇંગ્લેન્ડનો સ્કોર 251/4 હતો. ત્યાર બાદ જોર્ડન કૉક્સે ઝડપથી રન બનાવ્યા. તેણે 42 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને 76 રનની ઇનિંગ્સ રમી. વિલ જેક્સ અને જેમી ઓવર્ટને પણ ઝડપી રન ઉમેર્યા. ઇંગ્લેન્ડે છેલ્લી 10 ઓવરમાં 104 રન બનાવ્યા, જેમાં છેલ્લી 5 ઓવરમાં 57 રન આવ્યા. ટીમ 355/7ના સ્કોર સુધી પહોંચી ગઈ. શ્રીલંકાની ખરાબ શરૂઆત 356 રનના ટાર્ગેટને ચેઝ કરતાં શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાને સોની બેકરની બોલિંગમાં માત્ર 1 રન બનાવી વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો. કુસલ મેન્ડિસે 26 બોલમાં 35 રન બનાવીને થોડો ઝડપી ખેલ બતાવ્યો. પરંતુ ગસ એટકિન્સને તેને આઉટ કર્યો. ત્યારબાદ કામિન્દુ મેન્ડિસ પણ એટકિન્સનની બોલિંગમાં આઉટ થઈ ગયો. પવન રત્નાયકે અને ચરિથ અસલંકાએ ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ રનઆઉટથી આ ભાગીદારી તૂટી ગઈ. ત્યારબાદની ઓવરમાં અસલંકા 7 રન બનાવીને આઉટ થઈ ગયો. 17મી ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 82/6 થઈ ગયો હતો. ડૉસને નીચલો ક્રમ સમેટ્યો લિયાંગેએ કેટલાક આક્રમક શોટ્સ રમ્યા, પરંતુ તેને પણ વધુ સમય સુધી ટકી રહેવાની તક મળી નહીં. ડૉસને દુનિથ વેલાલાગે અને અસિથા ફર્નાન્ડોને આઉટ કર્યા. ઈશાન મલિંગાએ કેટલીક બાઉન્ડરી જરૂર ફટકારી, પરંતુ જેક્સે તેને પણ પેવેલિયન ભેગો કર્યો. શ્રીલંકાની ઇનિંગ્સ 29.1 ઓવરમાં 134 રને સમાપ્ત થઈ. ડૉસને 3/26 અને એટકિન્સને 2/26ના આંકડા નોંધાવ્યા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


