ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના ઈન્ટેલિજન્સ મંત્રીનું મોત:રાષ્ટ્રપતિ પજશકિયાનએ પુષ્ટિ કરી, ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો

Last Updated: March 18, 2026By

ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) મંત્રી ઇસ્માઈલ ખાતિબનું મોત નીપજ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને ‘કાયરતાપૂર્ણ હત્યા’ ગણાવી છે. પજશકિયાનએ જણાવ્યું કે આ હુમલો ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાના ષડયંત્રનો એક ભાગ છે. આ પહેલા ઇઝરાયલે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેઝા સુલતાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા. આ દરમિયાન, ઇઝરાયલે ઈરાનના ઉર્જા મથકો પર પણ મોટો હુમલો કર્યો છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઈલ-ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. તેના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ લોકોને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારના મુખ્ય ઓઈલ અને ગેસના ઠેકાણાઓથી દૂર રહેવા માટે કહ્યું છે. બીજી તરફ કતારે ઈરાનના ગેસ ફીલ્ડ પર થયેલા હુમલાની નિંદા કરી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…