ઇન્ટરનેટ વગર પણ થશે UPI પેમેન્ટ, આ 'સિક્રેટ કોડ' ડાયલ કરતા જ મિનિટોમાં પૈસા ટ્રાન્સફર થશે
આજના સમયમાં આપણે ચાની કીટલીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી બધે જ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ છીએ. પરંતુ જો અચાનક ઇન્ટરનેટ કામ કરવાનું બંધ કરી દે, તો આપણે લાચાર બની જઈએ છીએ. મોટાભાગના લોકો નથી જાણતા કે વર્ષ 2022 થી ભારત સરકાર અને NPCI એ ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરવાની સુવિધા આપી છે. આ સુવિધા ખાસ કરીને એવા વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા વધુ રહે છે.
શું છે આ ટેકનોલોજી?
ઇન્ટરનેટ વિના કામ કરતી આ સિસ્ટમ USSD (Unstructured Supplementary Service Data) ટેકનોલોજી પર આધારિત છે. આનો અર્થ એ છે કે જો તમારા ફોનમાં માત્ર કૉલિંગ માટેનું નેટવર્ક સિગ્નલ આવતું હોય, તો પણ તમે પેમેન્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની કે ડેટા ઓન કરવાની જરૂર રહેતી નથી.
પેમેન્ટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઇન્ટરનેટ વગર પૈસા મોકલવા માટે તમારે નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરવાના રહેશે:
1. તમારા ફોનના ડાયલ પેડ પર જઈને *99# ડાયલ કરો.
2. થોડી જ સેકન્ડમાં તમારી સ્ક્રીન પર એક મેનૂ ખુલશે, જેમાં પૈસા મોકલવા, બેલેન્સ ચેક કરવું અને પ્રોફાઇલ જેવી વિગતો હશે.
3. પૈસા મોકલવા માટે ‘Send Money’ ના વિકલ્પ સામેનો નંબર ટાઈપ કરી સેન્ડ કરો.
4. હવે તમે સામેવાળી વ્યક્તિનો મોબાઈલ નંબર, UPI ID અથવા બેંક ખાતાની વિગત દાખલ કરી શકો છો.
5. વિગત નાખતા જ સામેની વ્યક્તિનું નામ સ્ક્રીન પર દેખાશે, જેની ખરાઈ કર્યા પછી રકમ (Amount) લખો.
6. છેલ્લે તમારો UPI PIN દાખલ કરો. બસ, તમારું ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
ઉપયોગ કરતા પહેલા આટલું ખાસ ધ્યાન રાખો
આ સુવિધાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક ખાતા સાથે લિંક હોવો અનિવાર્ય છે. આ સેવા સ્માર્ટફોન ઉપરાંત સાદા ફીચર ફોન (બટનવાળા ફોન) માં પણ એટલી જ અસરકારક રીતે કામ કરે છે. જોકે, ધ્યાનમાં રાખવું કે આ સેવા માટે ટેલિકોમ ઓપરેટર દ્વારા મામૂલી નેટવર્ક ચાર્જ (આશરે 0.50 પૈસા) વસૂલવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ઉપવાસમાં મખાના છે ‘સુપરફૂડ’, જાણો તેના અદભૂત ફાયદા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

