ઇન્ડોનેશિયા માસ્ટર્સ:સિંધુ અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં પહોંચ્યા, કિરણ જ્યોર્જ-બહાર
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને પૂર્વ વર્લ્ડ નંબર-1 કિદામ્બી શ્રીકાંતે બુધવારે ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પોતપોતાની મેચ જીતીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું. મહિલા સિંગલ્સમાં પાંચમી સીડ પીવી સિંધુએ જાપાનની મનામી સુઇઝુને કડક મુકાબલામાં 22-20, 21-18 થી હરાવી. આ મેચ 53 મિનિટ સુધી ચાલી, જેમાં સિંધુએ મહત્વના પળોમાં સંયમ જાળવીને જીત સુનિશ્ચિત કરી. શ્રીકાંતે 22મા રેન્કિંગના ખેલાડીને હરાવ્યો
જ્યારે, મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં 33મા સ્થાને રહેલા કિદામ્બી શ્રીકાંતે દુનિયાના 22મા નંબરના ખેલાડી કોકી વતનાબેને 1 કલાક 12 મિનિટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 21-15, 21-23, 24-22 થી હરાવ્યો. હવે શ્રીકાંતનો આગામી મેચ ટુર્નામેન્ટના ચોથા સીડ ચાઉ ટિએન ચેન સામે થશે, જેમણે ફર્સ્ટ રાઉન્ડમાં આયર્લેન્ડના ન્હાત ગુયેનને 21-14, 21-15 થી હરાવ્યો. કિરણ જ્યોર્જ અને આકર્ષી કશ્યપ પ્રથમ રાઉન્ડમાં બહાર
જોકે, અન્ય ભારતીય ખેલાડીઓ માટે દિવસ નિરાશાજનક રહ્યો. કિરણ જ્યોર્જ મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના મોહ ઝાકી ઉબૈદિલ્લાહ સામે 17-21, 14-21થી હારીને બહાર થઈ ગયા. વુમન્સ સિંગલ્સમાં આકર્ષી કશ્યપ પણ શરૂઆતના રાઉન્ડમાં ડેનમાર્કની જૂલી ડાવાલ જેકબસેન સામે 21-8, 20-22, 17-21થી હારી ગઈ. મિક્સ્ડ ડબલ્સમાં ભારતનું અભિયાન પ્રથમ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગયું. રોહન કપૂર અને રુથવિકા ગડ્ડેની જોડીને ફ્રાન્સના ચોથી ક્રમાંકિત થૉમ ગિક્વેલ અને ડેલફિન ડેલરૂએ 9-21, 20-22થી હરાવ્યા. જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોને ફ્રાન્સની જુલિયન માયો અને લિયા પાલેર્મોની જોડી સામે 23-21, 20-22, 6-21થી હારનો સામનો કરવો પડ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

