ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ: નિફટી ફ્યુચરની 26006 પોઈન્ટ અતિ મહત્વની સપાટી:ભારત-અમેરિકા ટ્રેડ ડીલના કારણે શેરોમાં દિવસના અંતે તેજી આવી

Last Updated: February 4, 2026By

રોકાણકાર મિત્રો, સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામણે શેરબજારને એફ એન્ડ ઓમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી) વધારીને આપેલા આંચકાના વસવસામાં શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. પરંતુ, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં ઘટાડો પણ કરાતાં આજે શેરોમાં ફંડો, મહારથીઓએ દિવસના અંતે તેજી કરી હતી. લોકલ ફંડોની સાથે ફોરેન ફંડો પણ શેરોમાં વેચાણો કાપીને ફરી મોટાપાયે ખરીદદાર બની તેજીમાં આવી ગયા હતા. અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરવા સંમતિથી ભારતીય આઈટી ઉદ્યોગ માટે પણ રાહત થવાના અને અમરિકામાં ફરી તકો વધવાની અપેક્ષાએ દિવસના અંતે શેરબજારમાં રિકવરી આવી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે શરૂઆતના વેપારમાં કોર્પોરેટ અને આયાતકારો દ્વારા શંકાસ્પદ ડોલર ખરીદી વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો. વધુમાં, ક્રૂડ ઓઇલના વધતા ભાવે રૂપિયાની ભાવનાને નબળી પાડી હતી. જોકે, અમેરિકન ચલણમાં નબળાઈ, સકારાત્મક સ્થાનિક ઇક્વિટી અને નવા વિદેશી ભંડોળના પ્રવાહે રૂપિયામાં વધુ ઘટાડો મર્યાદિત કર્યો હતો. સેક્ટર મુવમેન્ટ… BSE પર મીડકેપ ઈન્ડેક્સ 0.61% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.54% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો BSE પર માત્ર હેલ્થકેર, આઈટી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. BSEમાં કુલ ટ્રેડીંગ થયેલી 4371 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1477 અને વધનારની સંખ્યા 2726 રહી હતી, 168 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ:- ( 25848 ):- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25979 પોઇન્ટના પ્રથમ અને 26006 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25787 પોઇન્ટથી 25707 પોઇન્ટ, 25676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 26006 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1458 ):- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1430 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1419ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1467 થી રૂ.1474 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1480 ઉપર તેજી તરફી ધ્યાન…!! ભારત ફોર્જ ( 1600 ):- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1580 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1567ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1616 થી રૂ.1630 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! અદાણી પોર્ટ્સ ( 1570 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ સપોર્ટથી રૂ.1557 થી રૂ.1540ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1616નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! ICICI બેન્ક ( 1411 ):- રૂ.1444 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1450ના સપોર્ટ તબક્કાવાર રૂ.1397 થી રૂ.1390 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1464 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા.…
મિત્રો, ભારત-અમેરિકા વેપાર સોદા પછી ભારતીય શેરબજારની ભાવિ દિશા વધુ સ્થિર અને સકારાત્મક દેખાઈ રહી છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને સ્પષ્ટ નીતિગત માળખાને કારણે રોકાણકારોની માનસિકતા મજબૂત બની છે, જે બજારમાં લાંબા ગાળાની મૂડી પ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ખાસ કરીને નિકાસ આધારિત ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને સીધો લાભ થવાની સંભાવના છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત બનવાથી કંપનીઓની આવક દૃશ્યમાન રીતે સુધરી શકે છે, જે મધ્યમથી લાંબા ગાળામાં શેરના મૂલ્યાંકનમાં વધારો લાવી શકે છે. પરિણામે, બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ બેઝ મજબૂત રહેવાની શક્યતા છે. આ સાથે, અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને સાથે મજબૂત વેપાર સંબંધો ભારત માટે વૈશ્વિક આર્થિક વિશ્વાસનું પ્રતિબિંબ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારી રૂપિયાને ટેકો આપશે અને લિક્વિડિટી પરિસ્થિતિ સુધારશે, શેરબજાર માટે મહત્વપૂર્ણ ઘટક સાબિત થઈ શકે છે. ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં નવા રોકાણથી કોર્પોરેટ નફાકારકતા વધવાની શક્યતા છે. આમ, ભારતીય શેરબજાર માત્ર ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે નહીં પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે પણ આકર્ષક બની રહ્યું છે, જ્યાં વૈશ્વિક એકીકરણ અને મજબૂત આર્થિક આધાર બજારને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે.