ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 25880 પોઈન્ટ અતિ મહત્વની સપાટીએ; ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો
ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડરના ભારત સાથે ટ્રેડ ડિલની વાટાઘાટ ફરી શરૂ થવાના સંકેત બાદ ફરી આવી શકયતા હાલ તુરત ટ્રમ્પ શાસને નકારતાં અને ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની 25% ટેરિફ લગાવવાની ધમકી ઉચ્ચારતા ફરી શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્વના જોખમને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું છે. વૈશ્વિક ઓઈલ ભંડારો પર કબજો જમાવવાની મુરાદ્દ ધરાવતા ટ્રમ્પ વેનેઝુએલા બાદ હવે ઈરાનના ઓઈલ પુરવઠા પર નિયંત્રણ મેળવવાની હોડમાં હોઈ ફંડો શેરોમાં નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના કુવૈત ખાતેના ઓઈલ પ્રોજેક્ટોના 8.7 અબજ ડોલરના ટેન્ડરો કેન્સલ થવાના અહેવાલોની આજે બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. યુરોપ સાથે ભારતના ટ્રેડ કરાર થવાના પરિણામે ચાઈનીઝ કંપનીઓની યુરોપ રૂટથી ભારતમાં એન્ટ્રી કરવાનો માર્ગ મોકળો થવાનું અને એના પરિણામે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સમસ્યા ઉભી થવાનું જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરતાં આજે ઓટો શેરોમાં ફંડો ફરી વેચવાલ બન્યા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે એ ગુ્રપના શેરોમાં ખરીદી છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા હોય એમ ઘમા શેરોમાં ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો,
બુધવારે શરૂઆતના સોદાઓમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો, જ્યારે વેપારીઓ વિદેશી ભંડોળના પ્રવાહ અને વૈશ્વિક ટેરિફ સંબંધિત ચિંતાઓ પર સાવધ રહ્યા. તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વિશ્વ બેંકે તેના ભારતનો નાણાકીય વર્ષ 26નો વિકાસ દર 7.2% કર્યો છે અને નાણાકીય વર્ષ 27 માટે 6.5% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે તે પછી રૂપિયામાં વધુ સુધારો થયો છે. સેક્ટર મુવમેન્ટ… નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25719 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25880 પોઈન્ટના પ્રથમ અને 25909 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25676 પોઈન્ટ થી 25606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25880 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% વધારાના ટેરિફની ધમકી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ટેરિફના તણાવ વચ્ચે વિશ્વ બેંકેભારતીય અર્થતંત્ર પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા ભારતનો જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો છે. વિશ્વ બેન્કે તેના લેટેસ્ટ અહેવાલમાં ભારતના વિકાસ દર અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2026માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2% કર્યો છે.ભારતની આર્થિક મજબૂતી પાછળ કેટલાક કારણો જવાબદાર છે. જેમ કે, વૈશ્વિક સ્તરે ગમે તેટલી ઉથલપાથલ થાય, પરંતુ ભારતની અંદરની માર્કેટ અને માંગ એટલી મજબૂત છે કે તે બહારના આંચકાઓને સહન કરી શકે છે. સરકારી કરમાં ઘટાડો અને કૃષિ ક્ષેત્રે સુધારો થતા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે, જેને કારણે વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતામાં સુધારો યુએસ ટેરિફની નકારાત્મક અસરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.ભવિષ્યનો પડકારમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 50% (અને હવે સંભવિત 75 %) ટેરિફ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો નાણાકીય વર્ષ 2027 માં ભારતનો વિકાસ દર ઘટીને 6.5% થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’ વચ્ચે પણ વિશ્વ બેન્કનો આ અહેવાલ ભારત માટે મોટી જીત સમાન છે. તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર વૈશ્વિક નિકાસ પર નિર્ભર નથી, પરંતુ તેનું આંતરિક માળખું કોઈપણ આર્થિક યુદ્ધનો સામનો કરવા સક્ષમ છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી 15,જાન્યુઆરી 2026ના ગુરૂવારના રોજ બીએસઈ અને એનએસઈ શેરબજારો બંધ રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
