ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- અસ્થિરતાના માહોલમાં શેરબજાર:સતત વેચવાલી દર્શાવે છે કે રોકાણકારો હાલ સાવચેત અભિગમ અપનાવી રહ્યા છે

Last Updated: August 4, 2026By

મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતમાં અંદાજે 300 પોઈન્ટની સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ અનુકૂળ સંકેતો, મજબૂત પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ શેરોમાં ખરીદી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીને કારણે મુખ્ય સૂચકાંકો શરૂઆતમાં મજબૂત રહ્યા હતા. જોકે દિવસ આગળ વધતા અગાઉના સત્રની તેજી બાદ વ્યાપક નફાવસૂલી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી, એલઆઈસીના ઓફર ફોર સેલની અસરથી ઇન્શ્યોરન્સ શેરોમાં દબાણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તથા વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારે પોતાની શરૂઆતની તમામ તેજી ગુમાવી હતી અને અંતે લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે વોલેટાઇલ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, કન્ઝ્યુમર અને પસંદગીના લાર્જકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. જોકે દિવસના બીજા ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્શ્યોરન્સ તથા આઈટી શેરોમાં નફાવસૂલી વધતાં સૂચકાંક ઉપર દબાણ આવ્યું હતું. ઊંચા સ્તરે સતત વેચવાલી દર્શાવે છે કે રોકાણકારો હાલ સાવચેત અભિગમ અપનાવી રહ્યા છે. નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં ગેપ-અપ સાથે ખરીદી જોવા મળી હતી, પરંતુ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ નજીક શોર્ટ ટર્મ ટ્રેડરો દ્વારા પ્રોફિટ બુકિંગ અને નવા લોંગ પોઝિશનમાં ઘટાડાને કારણે વાયદા બજારમાં દબાણ વધ્યું હતું. જો નિફ્ટી મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો આગામી સત્રોમાં ફરી ખરીદી જોવા મળી શકે છે. સ્થાનિક સ્તરે SIP દ્વારા સતત આવતો નાણાંપ્રવાહ, DIIની સતત ખરીદી, મજબૂત કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ ક્ષેત્રની સ્થિર સ્થિતિ અને ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ બજારને લાંબા ગાળાનો ટેકો આપી રહી છે. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો દરેક તેજી દરમિયાન નફાવસૂલી કરી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, અમેરિકા-ઈરાન સંબંધિત ભૂરાજકીય અનિશ્ચિતતા અને વૈશ્વિક રોકાણકારોની સાવચેતીને કારણે ભારતીય બજાર ઉપર દબાણ જોવા મળ્યું હતું. જોકે વૈશ્વિક કોર્પોરેટ પરિણામો હજુ પણ બજારને મર્યાદિત ટેકો આપી રહ્યા છે. આજે બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર અને પસંદગીના પાવર સેક્ટરમાં શરૂઆતમાં ખરીદી જોવા મળી હતી. બીજી તરફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્શ્યોરન્સ, ઓઇલ એન્ડ ગેસ અને કેટલાક લાર્જકેપ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. કેપિટલ ગુડ્સ, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. તેજી તરફી કારણો :- બજારની શરૂઆતની મજબૂતી પાછળ પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, SIP દ્વારા મજબૂત નાણાંપ્રવાહ, બેન્કિંગ શેરોમાં લેવાલી તથા ભારતીય અર્થતંત્રના મજબૂત મૂળભૂત પરિબળો મુખ્ય કારણો રહ્યા હતા. ઉપરાંત અગાઉના સત્રની ટેક્નિકલ બ્રેકઆઉટને કારણે શરૂઆતમાં ખરીદદારો સક્રિય રહ્યા હતા. મંદી તરફી કારણો :- બજારમાં શરૂઆતની તેજી ન ટકી શકવાનું મુખ્ય કારણ અગાઉના દિવસની તેજી બાદ ભારે પ્રોફિટ બુકિંગ, નવી ક્લોઝિંગ ઓક્શન પદ્ધતિથી સર્જાયેલી અસામાન્ય તેજીની અસર ઓછી થવી, એલઆઈસીના ઓફર ફોર સેલને કારણે ઇન્શ્યોરન્સ શેરોમાં દબાણ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નબળાઈ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તથા વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા રહ્યા હતા. પરિણામે બજાર લગભગ 300 પોઈન્ટના ઘટાડા તરફ સરક્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સતત ખરીદી દ્વારા બજારને મજબૂત ટેકો આપ્યો હતો. SIP દ્વારા મળતો ઘરેલુ નાણાંપ્રવાહ હજુ પણ ભારતીય બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાતા ઊર્જા આયાત ખર્ચ અંગે ચિંતા વધી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વધતા ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ અને એવિએશન ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે. ભાવિ દિશા :- ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધી શકે છે. આગામી સત્રોમાં પ્રથમ ત્રિમાસિકના બાકીના કોર્પોરેટ પરિણામો, FII અને DIIની પ્રવૃત્તિ, ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ અને અમેરિકન આર્થિક આંકડા બજારની દિશા નક્કી કરશે. જો નિફ્ટી અને સેન્સેક્સ મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો બેન્કિંગ, ફાર્મા, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં ફરી પસંદગીયુક્ત ખરીદી જોવા મળી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ટૂંકા ગાળામાં વધઘટ યથાવત્ રહેવાની સંભાવના છે. તા.05.08.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… તા.04.08.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24552 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24676 પોઈન્ટના પ્રથમ અને 24737 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24474 પોઈન્ટ થી 24404 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ લ્યુપિન લિમિટેડ ( 2399 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2373 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2360 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2414 થી રૂ.2423 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2430 ઉપર તેજી તરફી ધ્યાન…!! બજાજ ફિનસર્વ ( 2078 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.2033 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2008 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2094 થી રૂ.2108 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોય રિયલ્ટી ( 1788 ) :- રૂ.1764 નો પ્રથમ તેમજ રૂ.1750 ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1797 થી રૂ.1808 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! કોચીન શિપયાર્ડ ( 1443 ) :- શિપબિલ્ડિંગ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1424 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1463 થી રૂ.1470 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.1480 ઉપર તેજી તરફી ધ્યાન…!! જેએસડબ્લ્યુ સ્ટીલ ( 1293 ) :- રૂ.1273 નો પ્રથમ તેમજ રૂ.1260 ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1303 થી રૂ.1313 આસ/પાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

Leave A Comment