ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફટી ફ્યુચર 25404 પોઈન્ટ અતિ મહત્વની સપાટી:સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ
વૈશ્વિક મોરચે ટ્રમ્પની આકરી નીતિ ઢીલી પડવાના સંકેતે તેમજ ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલ વહેતાં થતાં ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની 25% ટેરિફ ઠપકારવાની ધમકી ઉચ્ચારતા ફરી શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્વના જોખમને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. વૈશ્વિક ઓઈલ ભંડારો પર કબજો જમાવવાની મુરાદ્દ ધરાવતા ટ્રમ્પ વેનેઝુએલા બાદ હવે ઈરાનના ઓઈલ પુરવઠા પર નિયંત્રણ મેળવવાની હોડમાં હોઈ ફંડો શેરોમાં નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. કરન્સી માર્કેટની વાત કરીએ તો વિદેશમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાંથી વિદેશી પોર્ટફોલિયોના સતત આઉટફ્લોને કારણે સોમવારે શરૂઆતના સોદાઓમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો. જોકે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની તેમની યોજનાનો વિરોધ કરતા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, મુખ્ય વિદેશી હરીફો સામે અમેરિકન ચલણમાં વેચાણ દ્વારા કેટલાક ઘટાડા મર્યાદિત હતા. સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.43% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.28% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર એફએમસીજી, ઓટો, કેપિટલ ગુડ્સ અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4492 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3075 અને વધનારની સંખ્યા 1226 રહી હતી, 191 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ડિગો 4.30%, ટેક મહિન્દ્રા 2.85%, હિન્દુસ્તાન યુનીલીવર 2.27%, બજાજ ફાઈનાન્સ 2.18%, કોટક બેન્ક 2.02%, મારુતિ સુઝુકી 1.96%, ટ્રેન્ટ લિ. 1.16%, આઈટીસી લિ. 1.11% અને એચસીએલ ટેકનોલોજી 1.02% વધ્યા હતા, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.04%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.26%, ઈટર્નલ લિ. 2.19%, ટાઈટન કંપની 1.40%, અદાણી પોર્ટ્સ 1.39%, ટાટા કન્સલ્ટન્સી 1.36%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.17%, એનટીપીસી લિ. 0.79% અને ઈન્ફોસિસ લિ. 0.54% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.16 લાખ કરોડ ઘટીને 465.68 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓ વધી અને 14 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25574 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25474 પોઈન્ટના પ્રથમ અને 25404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25606 પોઈન્ટ થી 25676 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25404 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ સિપ્લા લિ. ( 1388 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1397 થી રૂ.1404 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1363 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!! આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1377 ) :- રૂ.02 ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1347 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1387 થી રૂ.1393 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!! ભારતી એરટેલ ( 2007 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલીકોમ સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઈન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.2047 આસપાસ સપોર્ટથી રૂ.1993 થી રૂ.1985 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2060 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! ઈન્ફોસીસ લિ. ( 1678 ) :- રૂ.1690 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1703 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1660 થી રૂ.1646 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1713 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા… મિત્રો, વૈશ્વિક સ્તરે વધતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, વેપાર યુદ્ધની ધમકીઓ અને મોટા દેશોની વિસ્તારવાદી નીતિઓના કારણે ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે. અમેરિકા તરફથી ટેરિફને હથિયાર બનાવી દબાણ વધારવાના પ્રયાસો વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટને ડહોળી શકે છે, જેની અસર ભારત સહિતના ઉદયમાન બજારો પર પણ પડશે. વિદેશી રોકાણકારોની સાવચેતીભરી સ્થિતિ, રૂપિયામાં ચઢાવ-ઉતાર અને કોમોડિટી કિંમતોમાં અસ્થીરતા કારણે બજારમાં સમયાંતરે કરેકશન જોવા મળી શકે છે. ખાસ કરીને એક્સપોર્ટ આધારિત સેક્ટર્સ અને વૈશ્વિક ચક્ર સાથે જોડાયેલા શેરોમાં નફાવસૂલીનો દબાણ ટૂંકા ગાળામાં રહેવાની સંભાવના નકારી શકાતી નથી. તેથી મધ્યમથી લાંબા ગાળાની દૃષ્ટિએ ભારતીય શેરબજાર માટે ચિત્ર હજુ પણ હકારાત્મક રહેવાની શક્યતા છે. ભારતીય સરકાર દ્વારા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી કોઈપણ દબાણમાં વેપાર સમજૂતી ન કરવાની સ્પષ્ટ ભૂમિકા અને યુરોપ તથા એશિયાના અન્ય દેશો સાથે વૈકલ્પિક ટ્રેડ ડિલ્સ તરફ વધતા પગલાં ભારતની આર્થિક મજબૂતીને ટેકો આપી શકે છે. આ વ્યૂહાત્મક અભિગમથી ભારત પર વૈશ્વિક જોખમોની અસર ઘટશે અને ડોમેસ્ટિક ગ્રોથના મુખ્ય પરિબળો વધુ મજબૂત બનશે. પરિણામે, જો વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે બજારમાં કરેકશન આવે તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે તક સાબિત થઈ શકે છે અને વિશ્વાસ પાછો ફરતાં ભારતીય બજારમાં મજબૂત રિકવરી તથા નવા ઊંચા સ્તરો તરફની ગતિ ફરી શરૂ થવાની સંભાવના નકારી શકાય નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
