ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારમાં સાવચેતી જોવાઈ:બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ

Last Updated: January 29, 2026By

વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલીને કારણે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. આગામી બજેટને લઈને રોકાણકારો જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળતા બજારમાં સાવચેતી જોવાઈ હતી. પરંતુ, ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે મેગા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં દેશના ઉદ્યોગોમાં નિકાસ મોરચે અનિશ્ચિતતાના વાદળો વિખેરાવાની આશાએ અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી ફરી પટરી પર આવી જવાની અપેક્ષા તેમજ હવે અમેરિકા પણ પોતાનું અક્કડ વલણ છોડશે અને ભારત સાથે ટ્રેડ ડિલ કરવા તૈયાર થશે એવી અપેક્ષાએ આજે ફંડોએ દિવસના અંતે શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. કોમોડીટી માર્કેટની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માંગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર રૂ.4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી. બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી, કારોબાર દરમિયાન સોનું રૂ.1,93,096ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું. સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.10% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.19% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડીશક્રિશનરી, એફએમસીજી, આઈટી, ઓટો, પીએસયુ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4398 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2533 અને વધનારની સંખ્યા 1706 રહી હતી, 159 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલી, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.43 લાખ કરોડ વધીને 459.96 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 13 કંપનીઓ વધી અને 17 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25536 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25404 પોઈન્ટના પ્રથમ અને 25373 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25570 પોઈન્ટ થી 25606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25676 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગોદરેજ પ્રોપર્ટી ( 1565 ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1523 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1508 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1578 થી રૂ.1583 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1590 ઉપર તેજી તરફી ધ્યાન…!! સિપ્લા લિ. ( 1327 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1309 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1297 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1338 થી રૂ.1350 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! એક્સીસ બેન્ક ( 1369 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1388 આસપાસ સપોર્ટથી રૂ.1355 થી રૂ.1346 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1393 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! હેવેલ્સ ઇન્ડિયા ( 1279 ) :- રૂ.1303 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1313 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1265 થી રૂ.1257 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1320 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા… મિત્રો, ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના મુકત વેપાર કરારથી ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમથી લાંબા ગાળે સકારાત્મક રહેવાની શક્યતા છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને યુરોપિયન બજારમાં લગભગ ડયૂટી ફ્રી પ્રવેશ મળવાથી ઉત્પાદન આધારિત કંપનીઓ, ખાસ કરીને ટેક્સટાઇલ, ફૂટવેર, કેમિકલ્સ, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ અને અન્ય શ્રમલક્ષી ક્ષેત્રોની નિકાસમાં વધારો થવાની સંભાવના છે. આથી આવકમાં વૃદ્ધિ, માર્જિનમાં સુધારો અને ક્ષમતાવર્ધન માટે નવું મૂડીનિવેશ જોવા મળી શકે છે, જે લિસ્ટેડ કંપનીઓની કમાણી પર સીધી અસર કરશે. સાથે જ, વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષક બનશે, જેના કારણે એફડીઆઈ અને એફઆઈઆઈ પ્રવાહ મજબૂત થઈ શકે છે અને બજારમાં વિશ્વાસ વધશે. બીજી તરફ, યુરોપથી લક્ઝરી કાર અને હાઇ-એન્ડ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની આયાત સસ્તી થવાથી સ્પર્ધા વધશે, ખાસ કરીને ઓટો અને સંબંધિત ક્ષેત્રોમાં, પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ઇનપુટ કૉસ્ટ ઘટાડા અને ગ્રાહક ખર્ચમાં સુધારો થશે. લાંબા ગાળે આ કરાર ભારતના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવીને મેક્રો ઇકોનોમિક સ્થિરતા મજબૂત કરશે, જે ક્રેડિટ પોઝિટિવ પરિબળ છે. જો વેપાર સરળતા, નિયમન સુધારા અને લોજિસ્ટિક્સમાં સુધારો અસરકારક રીતે અમલમાં આવે, તો ભારતીય શેરબજારમાં મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ-ઓરિએન્ટેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ આધારિત સેક્ટર્સ આગેવાની લઈ શકે છે, જ્યારે કુલ બજારનો ટ્રેન્ડ રચનાત્મક રીતે બુલિશ રહેવાની સંભાવના છે.