ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં અસ્થિરતા વચ્ચે નફારૂપી વેચવાલી:પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં સાવચેતીભર્યું વાતાવરણ રહ્યું

Last Updated: February 19, 2026By

ભારતીય શેરબજાર આજે દબાણ હેઠળ ટ્રેડ થયું અને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, યુએસ બોન્ડ યીલ્ડમાં વધઘટ અને કેટલાક હેવીવેઈટ શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં સાવચેતીભર્યું વાતાવરણ રહ્યું. શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને દિવસ દરમિયાન દરેક ઉછાળા પર સપ્લાય આવતા ઇન્ડેક્સો નીચેની દિશામાં સરકતા રહ્યા. રિટેલ રોકાણકારોમાં થોડી ગભરાટ અને FII વેચવાલીનો પ્રભાવ સ્પષ્ટ રહ્યો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દબાણ જોવા મળ્યું. એડવાન્સ-ડિકલાઇન રેશિયો 1:2 રહ્યો, એટલે ઘટાડા વાળા શેરોની સંખ્યા વધારે રહી. સેક્ટરલ દૃષ્ટિએ આઈટી, એફએમસીજી અને મેટલ સેક્ટરમાં વધુ વેચવાલી જોવા મળી. ખાસ કરીને એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ નોંધાઈ. આઈટી સેક્ટરમાં વૈશ્વિક માંગ અંગેની ચિંતા કારણે દબાણ રહ્યું, જ્યારે રિયલ એસ્ટેટ અને કેપિટલ ગુડ્સમાં મર્યાદિત ઘટાડો રહ્યો. બીએસઇ સેન્સેક્સ : બીએસઇ સેન્સેક્સ 83969 પર મજબૂત ખુલ્યા બાદ ઝડપથી 82264 સુધી લપસ્યો. દિવસ દરમિયાન આશરે 1715 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થઈ અંતે 1236 પોઈન્ટના ઘટાડા સાથે 82498 નજીક બંધ રહ્યો. નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચર 25848 પર ખુલ્યા બાદ સતત વેચવાલીના દબાણમાં 25402 સુધી સરક્યો. આશરે 475 પોઈન્ટની મૂવમેન્ટ બાદ 417 પોઈન્ટના નુકસાન સાથે 25410 આસપાસ બંધ રહ્યો. વૈશ્વિક સ્તરે અસર કરતા પરિબળો : · અમેરિકન બજારોમાં નબળાઈ :- ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાના સંકેતો મળતા અમેરિકન ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો. · ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી :- ડોલર મજબૂત થતા ઉદયમાન બજારોમાંથી મૂડીપ્રવાહ બહાર નીકળવાની ચિંતા વધી. · ક્રુડ ઓઈલમાં ઉછાળો :- બ્રેન્ટ ક્રુડ $76ની આસપાસ વધતા આયાત ખર્ચ અંગે ચિંતા ઊભી થઈ. સ્થાનિક સ્તરે નબળા પરિબળો : · FII વેચવાલી :- છેલ્લા કેટલાક સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નેટ વેચવાલી બજાર પર દબાણ લાવી રહી છે. · હાઈ વેલ્યુએશન :- ઘણા સેક્ટરોમાં શેરો ઐતિહાસિક સરેરાશથી ઊંચા હોવાથી પ્રોફિટ બુકિંગ વધી. · IT અને એક્સપોર્ટ સેક્ટરમાં દબાણ :- વૈશ્વિક માંગ ધીમી પડવાની ભીતિ. કોમોડિટી અને કરન્સી અપડેટ : · ગોલ્ડ : સોનાનો ભાવ રૂ.1,56,337/10 ગ્રામની આસપાસ મજબૂત, સલામત આશ્રય તરીકે માંગ વધતી. · સિલ્વર : ચાંદી રૂ.2,45,300/કિલો આસપાસ ટ્રેડ. · રૂપિયો : ભારતીય રૂપિયો ડોલર સામે 90.85 સુધી નબળો, કરન્સી બજારમાં વોલેટિલિટી. તેજી તરફી સંભવિત આધાર : · ડોમેસ્ટિક SIP પ્રવાહ યથાવત મજબૂત. · બેન્કિંગ સેક્ટરના ફંડામેન્ટલ્સ સ્થિર. · સરકારનો કેપેક્સ ફોકસ લાંબા ગાળે સહાયક. મંદી તરફી કારણો : · ગ્લોબલ ગ્રોથ સ્લોડાઉન. · ક્રૂડમાં તેજી અને મોંઘવારી દબાણ. · બોન્ડ યીલ્ડમાં વધારો. · ટૂંકા ગાળે ટેકનિકલ ઓવરબોટ સ્થિતિ બાદ કરેકશન. બજારની ભાવિ દિશા :- આગામી દિવસોમાં બજારમાં અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના નકારી શકાય નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે આવનારા આર્થિક આંકડા, યુએસ બોન્ડ યીલ્ડમાં થતી ચાલ અને કરન્સી માર્કેટમાં ફેરફારો ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો મુખ્ય ટેકનિકલ સપોર્ટ ઝોન તૂટશે તો વેચવાલીનું દબાણ વધી શકે છે, જ્યારે મજબૂત સ્થાનિક લિક્વિડિટી અને SIP પ્રવાહ બજારને નીચલા સ્તરે ટેકો આપી શકે છે. ટ્રેડર્સ માટે ચોક્કસ લેવલ આધારિત વ્યૂહરચના અપનાવવી અત્યંત જરૂરી રહેશે. યોગ્ય સ્ટોપલોસ, સંયમિત પોઝિશન સાઇઝિંગ અને રિસ્ક-રીવોર્ડ રેશિયોનું કડક પાલન ટૂંકા ગાળામાં નુકસાન નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. લાંબા ગાળાની દૃષ્ટિએ ભારતના આર્થિક પરિબળો, વધતી આંતરિક માંગ અને સરકારનો વિકાસમુખી અભિગમ બજાર માટે હકારાત્મક છે. તેમ છતાં, ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવ દરમિયાન ધીરજ અને શિસ્ત જ સફળ રોકાણની કી તરીકે સાબિત થશે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25410 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટના પ્રથમ અને 25272 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25474 પોઈન્ટ થી 25505 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25272 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઓબેરોય રિયલ્ટી ( 1503 ) :- રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.1488 નો પ્રથમ તેમજ રૂ.1474 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1514 થી રૂ.1520 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1533 ઉપર તેજી તરફી ધ્યાન…!! એક્સીસ બેન્ક ( 1352 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1330 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1318 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1358 થી રૂ.1365 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! લોઢા ડેવલોપર્સ ( 1066 ) :- રૂ.1044 નો પ્રથમ તેમજ રૂ.1037 ના બીજા સપોર્ટથી રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1073 થી રૂ.1080 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ગોદરેજ કન્ઝ્યુમર ( 1188 ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1194 થી રૂ.1204 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1160 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!