ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્ રહેશે:નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ બજારમાં ભારે ઉથલપાથલ જોવાઈ
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો… RBI પોલિસી બાદ શેરબજારમાં અસ્થિરતા : ટ્રેડ ડીલ, FII વેચવાલી યથાવત્ જોવા મળી – ભારતીય શેરબજાર હાલ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોની વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. RBIએ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેનો સીધી અસર સંવેદનશીલ સેક્ટરો પર જોવા મળી. RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા, જિઓપોલિટિકલ ટેન્શન અને કોમોડિટી ભાવોમાં અસ્થિરતા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. મોંઘવારી દર નિયંત્રણમાં રહેતા RBIએ ‘Neutral’ સ્ટાન્સ જાળવી રાખ્યો છે. જો કે, બજારમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા હોવાથી રેટ યથાવત રહેતાં રોકાણકારોમાં નિરાશા ફેલાઈ અને નફાવસૂલીનો માહોલ સર્જાયો. RBI પોલિસી બાદ શરૂઆતમાં શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. સેન્સેક્સ લગભગ 300 થી 350 પોઈન્ટ ઘટીને 83,000ની નીચે સરકી ગયો, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ સુધી ઘટીને 25,500ની નજીક પહોંચ્યો. ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ દબાણ જોવા મળ્યું. બેન્કિંગ શેરોમાં વ્યાજદરમાં તાત્કાલિક રાહત ન મળતાં નફાવસૂલી થઈ, જ્યારે ઓટો સેક્ટરમાં લોન ખર્ચ ઘટાડાની અપેક્ષા અધૂરી રહેતા BSE Auto Indexમાં ભારે ઘટાડો નોંધાયો. મેટલ અને FMCG સેક્ટરોએ તુલનાત્મક રીતે સ્થિરતા દર્શાવી, જે ડિફેન્સિવ ખરીદીનો સંકેત આપે છે. ભારત–અમેરિકા ટ્રેડ ડીલ પર અનિશ્ચિતતા – ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ બજાર માટે મહત્વપૂર્ણ પરિબળ બની છે. શરૂઆતમાં ડીલને લઈને બજારમાં પોઝિટિવ માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ડીલની વિગત સામે આવતા અનિશ્ચિતતા વધી છે. સરકાર તરફથી કૃષિ અને ડેરી સેક્ટરને સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વૈશ્વિક અહેવાલોમાં ભારતનું કૃષિ બજાર વધુ ખુલ્લું મુકાયું હોવાના સંકેતો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમેરિકાએ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ આયાત ઘટાડશે એવા નિવેદન આપ્યા હતા, પરંતુ રશિયાએ આ દાવાને ફગાવી દેતા ભારત આયાત ચાલુ રાખશે તેવું સ્પષ્ટ થયું. આવા વિરોધાભાસી નિવેદનોના કારણે રોકાણકારો સાવચેત વલણ અપનાવી રહ્યા છે. રૂપિયો અને કરન્સી માર્કેટની સ્થિતિ – કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે થોડો મજબૂત બન્યો છે. ટ્રેડ ડીલને લઈને આશાવાદ અને વૈશ્વિક સ્તરે નબળા ડોલરે રૂપિયાને ટેકો આપ્યો. RBI દ્વારા રેપો રેટ સ્થિર રાખવામાં આવતા ચલણ બજારમાં સ્થિરતા જોવા મળી.હાલ રૂપિયો લગભગ 90.23ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ કરતાં મજબૂત છે. જો કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા અને વિદેશી ભંડોળના આઉટફ્લો કારણે રૂપિયામાં તેજી મર્યાદિત રહી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4371 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2309 અને વધનારની સંખ્યા 1885 રહી હતી, 177 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 07 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… તા 06.02.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25725 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25606 પોઈન્ટના પ્રથમ અને 25474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25808 પોઈન્ટ થી 25880 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25474 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ 1) ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1701 ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1660 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1630 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1733 થી રૂ.1740 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1757 ઉપર તેજી તરફી ધ્યાન. 2) ઇન્ફોસિસ લીમીટેડ ( 1510 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1488 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1474ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1523થી રૂ.1530 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. 4) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1066 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ PSU બેંક સેક્ટરનો આ સ્ટોક રૂ.1089 આસપાસ સપોર્ટથી રૂ.1047થી રૂ.1030 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1103 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! 5) રીલ્યાન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1452 ) :- રૂ.1478 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1484ના સપોર્ટ તબક્કાવાર રૂ.1437 થી રૂ.1428 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1500 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…. મિત્રો, Investment Point મુજબ આગામી દિવસોમાં વૈશ્વિક સંકેતો, FII ફ્લો અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરશે. RBI દ્વારા FY26 માટે GDP ગ્રોથ અંદાજ ૭.૪% રાખવામાં આવ્યો છે, જે લાંબા ગાળે બજાર માટે પોઝિટિવ સંકેત છે. જોકે, શોર્ટ ટર્મમાં બજાર રેન્જ-બાઉન્ડ અને વોલેટાઈલ રહેવાની સંભાવના છે. રોકાણકારો માટે સલાહ છે કે ઉતાવળા નિર્ણયોથી દૂર રહી ટેકનિકલ લેવલ આધારિત ટ્રેડિંગ અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં પસંદગીપૂર્વક રોકાણ કરે.દેશની આર્થિક પ્રગતિ પર વિશ્વાસ વ્યક્ત કરતા આરબીઆઈ એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૩% થી વધારીને ૭.૪% કર્યો છે. ગવર્નરે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં જીડીપી અને મોંઘવારી માટે નવો ‘બેઝ યર’ જાહેર કરવામાં આવશે. બજેટ ૨૦૨૬ના પ્રોત્સાહક પગલાં અને ભારત-યુરોપિયન યુનિયન તેમજ ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારોને કારણે નિકાસ ક્ષેત્રને મોટી મજબૂતી મળવાની આશા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
