ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં શરૂઆતથી જ ખરીદીનું વલણ રહ્યું:સ્ટોક માર્કેટમાં ઉછાળે સાવચેતીનો માહોલ, સોમવારે બેંકિંગ, નાણાકીય સેવા અને માળખાગત વિકાસ ક્ષેત્રે બજારને મુખ્ય ટેકો આપ્યો

Last Updated: June 22, 2026By

ભારતીય શેરબજારમાં આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન તેજી તરફી માહોલ જોવા મળ્યો અને મુખ્ય સૂચકાંકો મજબૂત વધારા સાથે બંધ રહ્યા. શરૂઆતથી જ ખરીદીનું વલણ જોવા મળ્યું હતું, જેને દિવસ દરમિયાન બેંકિંગ, નાણાકીય સેવા ક્ષેત્રના શેરોએ વધુ બળ આપ્યું. સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોની પસંદગીયુક્ત ખરીદીના કારણે બજારમાં વિશ્વાસ વધ્યો. જોકે દિવસના અંતિમ તબક્કામાં કેટલીક જગ્યાએ નફાવસૂલી પણ જોવા મળી, તેમ છતાં એકંદરે બજારનું માળખું તેજી તરફી જ રહ્યું. શેરબજારમાં અને સોના-ચાંદીની કિંમતોમાં હરિયાળી જોવા કરી રહી છે. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો પણ 80 ડૉલરની નીચે તો ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે ચાલી રહ્યો છે જે એક સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહેવાથી આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સારા સંકેત મળી રહ્યા છે. શેરબજારમાં વેપારના નવા અઠવાડિયાની શરૂઆતના દિવસ સોમવારે સેન્સેક્સમાં આજે શાનદાર ઉછાળો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાને લીધે ક્રૂડ ઓઇલના ભાવ 80 ડૉલરથી નીચે જ રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76802 સામે 77160 પોઈન્ટના મથાળેથી ખુલીને 77008 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ 317 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 291 પોઈન્ટના ઉછાળા સાથે 78094 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! સેન્સેક્સમાં દિવસ દરમિયાન મજબૂત ખરીદી જોવા મળી અને સૂચકાંક મોટા ભાગનો સમય સકારાત્મક ક્ષેત્રમાં રહ્યો. ખાનગી બેંકો, નાણાકીય સેવા કંપનીઓ અને ઊર્જા ક્ષેત્રના શેરોમાં ખરીદીના કારણે સૂચકાંકને નોંધપાત્ર ટેકો મળ્યો.જોકે ઉપરના સ્તરે મર્યાદિત નફાવસૂલી જોવા મળતા દિવસના ઉચ્ચ સ્તરથી થોડો ઘટાડો નોંધાયો, પરંતુ કુલ વલણ સકારાત્મક રહ્યું. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24056 સામે 24102 પોઈન્ટના મથાળેથી ખુલીને 24102 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ 76 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 63 પોઈન્ટના ઉછાળા સાથે 24119 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી બજારમાં નવી લાંબી સ્થિતિઓનું નિર્માણ જોવા મળ્યું. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર સતત ખરીદી સક્રિય રહી. વિકલ્પ આંકડાઓ મુજબ નીચલા સ્તરે પુટ લખાણ વધ્યું, જે બજાર માટે સકારાત્મક સંકેત છે. બીજી તરફ ઉપરના સ્તરે કોલ લખાણ પણ જોવા મળતા અવરોધ ક્ષેત્ર હજુ યથાવત છે. ટેકનિકલ રીતે ઊંચા શિખરો અને ઊંચા તળિયાનો માળખો તેજી તરફી દિશા દર્શાવી રહ્યો છે. સ્થાનિક અર્થવ્યવસ્થાની મજબૂતી અને સરકારના વિકાસલક્ષી ખર્ચ અંગેની આશાઓ રોકાણકારો માટે પ્રોત્સાહક બની. બેંકિંગ ક્ષેત્રની મજબૂત સ્થિતિ, લોન વૃદ્ધિ અને સ્થિર વ્યાજદર અંગેની અપેક્ષાએ નાણાકીય શેરોમાં ખરીદી વધારી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત નાણાં પ્રવાહ બજાર માટે મુખ્ય આધાર બન્યો. નાના અને મધ્યમ મૂડીવાળા શેરોમાં પણ પસંદગીયુક્ત રોકાણ જોવા મળ્યું. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર પરંતુ એકંદરે સકારાત્મક સંકેતો મળ્યા. અમેરિકન બજારોમાં સ્થિરતા અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતામાં ઘટાડો રોકાણકારોના મનોબળ માટે અનુકૂળ રહ્યો. ડોલર સૂચકાંકમાં સ્થિરતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વધઘટના કારણે ઉદયમાન બજારોમાં ખરીદીનું વલણ જળવાયું. જોકે ભૂરાજકીય પરિસ્થિતિઓ અને વૈશ્વિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો બજાર માટે સૌથી મોટા આધારરૂપ બન્યા. તેમના દ્વારા સતત ખરીદીના કારણે બજારમાં વિશ્વાસ જળવાયો. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ પસંદગીયુક્ત રહ્યું અને તેઓ મુખ્યત્વે મોટી મૂડીવાળા શેરોમાં સક્રિય રહ્યા. કુલ સંસ્થાગત પ્રવાહ બજાર માટે અનુકૂળ રહ્યો. કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં આજે મિશ્રથી સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં ખરીદીનું વલણ વધુ મજબૂત બનતાં ભાવમાં સારી તેજી નોંધાઈ હતી. નેચરલ ગેસ અને ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં પણ નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી, જ્યારે ક્રૂડ ઓઇલમાં મર્યાદિત વેચવાલીનું દબાણ યથાવત રહ્યું હતું. વૈશ્વિક આર્થિક સંકેતો અને માંગ-પુરવઠાની સ્થિતિ વચ્ચે રોકાણકારો પસંદગીયુક્ત ખરીદી કરતા જોવા મળ્યા હતા. ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે મજબૂતી સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં નવી લેવાલી જોવા મળતાં ભાવ રૂ. 1,48,780 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર મજબૂત વલણ સાથે ખુલ્યું હતું. ખરીદીનું પ્રભુત્વ યથાવત રહેતાં ભાવ રૂ. 2,37,632 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!! કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં ખરીદી વધતાં ભાવ રૂ. 1,319.70 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નરમ વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. 7,145 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર મજબૂત સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. ઊર્જા ક્ષેત્રમાં ખરીદી વધતાં ભાવ રૂ. 319.60 આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સેક્ટરમાં મજબૂત ખરીદીના કારણે ભાવ રૂ. 4,869 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ભાવિ દિશા :- ભારતીય શેરબજારમાં આજે તેજી તરફી માહોલ જોવા મળ્યો અને મુખ્ય સૂચકાંકો મજબૂતાઈ સાથે બંધ રહ્યા. બેંકિંગ, નાણાકીય સેવા અને માળખાગત વિકાસ ક્ષેત્રે બજારને મુખ્ય ટેકો આપ્યો. સ્થાનિક નાણાં પ્રવાહ અને સકારાત્મક રોકાણકાર સેન્ટિમેન્ટના કારણે બજારનું માળખું મજબૂત રહ્યું. જોકે ઉપરના સ્તરે અવરોધ અને નફાવસૂલીનું દબાણ યથાવત હોવાથી આગામી દિવસોમાં અસ્થિરતા વધી શકે છે. એકંદરે બજારનું વલણ હાલ “તેજી સાથે નિયંત્રિત અસ્થિરતા” દર્શાવી રહ્યું છે. ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનું વલણ હજુ પણ તેજી તરફી દેખાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે ત્યાં સુધી ખરીદીનું વલણ ચાલુ રહી શકે છે. બેંકિંગ, નાણાકીય સેવા અને માળખાગત વિકાસ ક્ષેત્ર આગામી સમયમાં પણ બજારના મુખ્ય ચાલક બની શકે છે. જોકે ઉપરના સ્તરે અવરોધ વિસ્તાર નજીક નફાવસૂલી વધવાની શક્યતા છે. જો વિદેશી નાણાં પ્રવાહમાં સુધારો ચાલુ રહે અને વૈશ્વિક સંકેતો અનુકૂળ રહે, તો બજારમાં વધુ ઊંચા સ્તરો જોવા મળી શકે છે. બીજી તરફ ક્રૂડ ઓઈલમાં તેજી, ડોલરની મજબૂતી અથવા વૈશ્વિક અસ્થિરતા વધે તો બજારમાં અચાનક સુધારો પણ આવી શકે છે. તેથી રોકાણકારોએ તબક્કાવાર ખરીદી, મજબૂત મૂળભૂત પરિબળ ધરાવતા શેરોની પસંદગી અને જોખમ વ્યવસ્થાપન ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. તા.23.06.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… તા.22.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24119 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઈન્ટના પ્રથમ અને 24303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23979 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ટેક મહિન્દ્રા ( 1442 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1423 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1409 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1457 થી રૂ.1470 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1480 ઉપર તેજી તરફી ધ્યાન. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1324 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1303 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1290 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1338 થી રૂ.1350 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1116 ) :- રૂ.1097 નો પ્રથમ તેમજ રૂ.1088 ના બીજા સપોર્ટથી એફએમસીજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1134 થી રૂ.1140 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1020 ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1037 થી રૂ.1045 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.993 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!! ઇન્ડસઇન્ડ બેંક ( 919 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.887 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.933 થી રૂ.940 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.