ઉત્તરાયણે બજાર ખુલતાં જ ચાંદીમાં 14 હજારનો ઉછાળો:3 દિવસમાં ભાવમાં 34 હજારનો વધારો થયો, સોનું પણ 1.42 લાખની ઓલ ટાઈમ હાઈ પર

Last Updated: January 14, 2026By

સોના-ચાંદીના ભાવ આજે (14 જાન્યુઆરી) સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 14,145 રૂપિયા વધીને 2,77,175 રૂપિયા થઈ ગઈ છે. ગઈકાલે તેણે 2,63,032 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ પર હતી ત્રણ દિવસમાં ચાંદી 34 હજાર રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,868 રૂપિયા વધીને 1,42,152 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. ગઈકાલે તેની કિંમત 1,40,482 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. કેરેટ મુજબ સોનાની કિંમત સંદર્ભ- IBJA (14 જાન્યુઆરી, 2026) દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns (14 જાન્યુઆરી, 2026) અલગ-અલગ શહેરોમાં રેટ્સ અલગ કેમ હોય છે? IBJA ના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતા નથી. તેથી શહેરોના ભાવ આનાથી અલગ હોય છે. આ ભાવનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના દર નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. 2025 માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ ગોલ્ડમાં તેજીના 3 મુખ્ય કારણો ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો આગામી દિવસોમાં કિંમતો હજી વધી શકે છે કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે ચાંદીની માંગ હાલમાં મજબૂત છે અને તે ચાલુ રહેવાની અપેક્ષા છે. પરિણામે, આ વર્ષે ચાંદીના ભાવ ₹2.75 લાખ સુધી પહોંચી શકે છે. આ દરમિયાન, સોનાની માંગ મજબૂત રહે છે, અને આ વર્ષના અંત સુધીમાં, તે પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખને પાર થઈ શકે છે. અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રીત સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે. આ સમાચાર પણ વાંચો… શાકભાજી-કઠોળના ભાવ વધવાથી ડિસેમ્બરમાં મોંઘવારી વધી:3 મહિનામાં સૌથી વધુ, 1.33% પર પહોંચી, નવેમ્બરમાં 0.71% હતી ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી ગયા મહિનાની સરખામણીમાં વધીને 1.33%ના સ્તરે પહોંચી ગઈ છે. આ ત્રણ મહિનાનું હાઈ લેવલ છે. આ પહેલા નવેમ્બરમાં તે 0.71% પર હતી, જે 14 વર્ષમાં સૌથી નીચું સ્તર રહ્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તે 0.25% પર હતી, જે 14 વર્ષમાં સૌથી નીચું સ્તર હતું. ડિસેમ્બરમાં મોંઘવારીમાં વધારો દાળ, શાકભાજી, માંસ-માછલી, ઇંડા અને વીજળીના ભાવ વધવાને કારણે થયો છે.