ઉત્તરાયણ પર મહેમાનો પણ પૂછશે રેસીપી, આ રીતે ઘરે બનાવો સુરતનું પ્રખ્યાત ઊંધિયું

Last Updated: January 12, 2026By

ઉત્તરાયણ નજીક આવતાં જ ગુજરાતમાં રંગબેરંગી પતંગો આકાશમાં ઉડવા લાગે છે અને રસોડામાં ઊંધિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શિયાળાની ખાસ આ વાનગી ઉત્તરાયણના દિવસોમાં દરેક ઘરના જમવાના મેનુમાં જોવા મળે છે. વિવિધ શાકભાજી અને ખાસ મસાલાથી બનતું ઊંધિયું સ્વાદ સાથે પરંપરાની ખુશ્બૂ પણ આપે છે. સુરતથી શરૂ થયેલી આ વાનગી આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઓળખ બની ગઈ છે. એટલે કહી શકાય કે પતંગ જેટલું જ મહત્વ આ તહેવારમાં ઊંધિયાનું પણ છે.

ઉત્તરાયણ દરમિયાન ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. પરિવારજનો ભેગા થાય, પતંગ ચગાવે અને પછી ગરમાગરમ ઊંધિયું સાથે મીઠી જલેબીનો સ્વાદ માણે. તો ચાલો, આજે ઘરે જ સરળ રીતે બનાવીએ સુરતનું પ્રખ્યાત ઊંધિયું.

ઊંધિયું બનાવવાની સામગ્રી

100 ગ્રામ સુરતી પાપડી

50 ગ્રામ લીલી તુવેરના દાણા

50 ગ્રામ લીલા વટાણા

250 ગ્રામ રતાળુ

4 નંગ બટાકા

200 ગ્રામ શક્કરિયા

4 નંગ નાના રીંગણ

2 નંગ પાકા કેળા

મેથીના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

1 બાઉલ મેથીની ભાજી

1 બાઉલ ચણાનો લોટ

2–3 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ

2 ચમચી જીણી સમારેલી લીલી કોથમીર

મીઠું સ્વાદાનુસાર

1 નાની ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1 ચમચી તલ

મોણ માટે તિરૂપતિ તેલ

1 ચમચી ધાણા-જીરું પાઉડર

1 ચમચી દળેલી ખાંડ

ચપટી હિંગ

પાણી જરૂર મુજબ

મુઠીયા તળવા માટે તિરૂપતિ તેલ

ઊંધિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

100 ગ્રામ ખમણેલું નાળિયેર

50 ગ્રામ તલ

1/2 કપ જીણી સમારેલી કોથમીર

250 ગ્રામ લીલું લસણ

100 ગ્રામ લીલા મરચાં અને આદુ

1 ટી-સ્પૂન અજમો

1/2 ટી-સ્પૂન હિંગ

1 મોટી ચમચી હળદર પાઉડર

2 મોટી ચમચી ધાણા-જીરું પાઉડર

1 મોટી ચમચી ગરમ મસાલો

1 મોટી ચમચી લાલ મરચું પાઉડર

2 મોટી ચમચી ખાંડ

2 મોટી ચમચી લીંબુનો રસ

મીઠું સ્વાદાનુસાર

ઊંધિયાનો મસાલો

બનાવવાની રીત

સૌપ્રથમ ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બનાવો. એક બાઉલમાં લીલું લસણ, કોથમીર, મીઠું, અજમો, ખમણેલું નાળિયેર, આદુ-લસણ-મરચાની પેસ્ટ, તલ, ખાંડ, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર અને ધાણા-જીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે કૂકરમાં તિરૂપતિ તેલ ગરમ કરો. તેમાં અજમો અને હિંગ નાખી પાપડી, તુવેરના દાણા અને વટાણા ઉમેરી વઘારો. મીઠું અને હળદર નાખીને 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

બીજી તરફ રતાળુ, શક્કરિયા અને બટાકાને તિરૂપતિ તેલમાં તળી લો. પછી રીંગણ પણ હળવાં તળી લો.

મેથીના મુઠીયા બનાવવા માટે મેથીની ભાજી, ચણાનો લોટ અને બધા મસાલા મિક્સ કરો. હવે તેમાં તિરૂપતિ તેલનું મોણ નાખો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. નાના મુઠીયા બનાવીને ગરમ તિરૂપતિ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

હવે એક જાડા તળિયાવાળા વાસણમાં તિરૂપતિ તેલ ગરમ કરો. તેમાં આદુ-લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીને થોડું સાંતળો. ત્યારબાદ બાફેલા પાપડીના દાણા ઉમેરો અને ઊંધિયાનો મસાલો નાખીને મિક્સ કરો. હવે તેમાં તળેલા શાક અને મુઠીયા ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

હવે તેમાં એક ગ્લાસ ગરમ પાણી નાખીને થોડીવાર માટે ઢાંકીને ધીમા તાપે શાકને ચઢવા દો. બધું શાક બરાબર ચઢી જાય અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દો. અંતમાં ઉપરથી પાકા કેળા મૂકી દો. થોડીવાર ઢાંકીને રાખીને ગેસ બંધ કરી દો.

તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને મસાલેદાર સુરતી ઊંધિયું.

શુદ્ધ અને ગુણવત્તાવાળા તિરૂપતિ તેલમાં બનાવેલું આ ઊંધિયું સ્વાદમાં તો સરસ છે જ, સાથે આરોગ્ય માટે પણ સારું છે. તિરૂપતિ તેલ શાકના અસલી સ્વાદને જાળવી રાખે છે. એટલે પરંપરાગત સુરતી ઊંધિયું બનાવો ત્યારે તિરૂપતિ તેલ પસંદ કરો. સ્વાદ અને આરોગ્ય બંને માટે સારું.

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/