ઉસને મુઝે છુઆ પર અપનાયા નહીં!:19 વર્ષ બાદ ઘાયલ ‘શિવમ પંડિત’ બની ઇમરાન હાશ્મીની વાપસી, ‘આવારાપન 2’નું એક્સની યાદ અપાવે તેવું ટીઝર
બોલિવૂડમાં કલ્ટ સ્ટેટસ મેળવી ચૂકેલી ફિલ્મ ‘આવારાપન’ના ફેન્સ માટે એક ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. ફિલ્મની રિલીઝના બરાબર 19 વર્ષ બાદ મેકર્સે આ મોસ્ટ અવેટેડ રોમેન્ટિક-એક્શન ડ્રામાની સિક્વલ ‘આવારાપન 2’નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દીધું છે. ઇમરાન હાશ્મી ફરી એકવાર પોતાના આઇકોનિક અને યાદગાર પાત્ર ‘શિવમ પંડિત’ના રોલમાં કમબેક કરી રહ્યો છે. ટીઝર જોયા પછી ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. મૌત ભી અજીબ હૈ… ઉસને મુઝે છુઆ પર અપનાયા નહીં! 2007માં આવેલી ‘આવારાપન’ના અંતમાં શિવમનું પાત્ર દમ તોડતું જોવા મળ્યું હતું, પરંતુ સિક્વલના ટીઝરમાં તેની આ રહસ્યમય વાપસીએ ઉત્સુકતા બમણી કરી દીધી છે. બાઇક પર ઘાયલ અંદાજમાં એન્ટ્રી કરતા ઇમરાન હાશ્મીના અવાજમાં એક ડાયલોગ સંભળાય છે: કુછ લોગોં કી કહાનિયાં ઉનકી મર્ઝી સે ખત્મ નહીં હોતી, ઉનકી કહાની દૂસરોં કે લિયે લીખી જાતી હૈ. ટીઝરમાં અસલી ફિલ્મની હિરોઇન શ્રિયા સરનને શ્રદ્ધાંજલિ આપતો એક ઇમોશનલ સીન પણ છે, જેની સાથે બેકગ્રાઉન્ડમાં ઓરિજિનલ ફિલ્મનું સદાબહાર ગીત ‘તો ફિર આઓ’નું નવું વર્ઝન સંભળાય છે. દર્દ અને નૉસ્ટાલ્જીયાથી ભરપૂર આ ટીઝરમાં ઇમરાન આગળ કહે છે, “દર્દ સે પુરાના રિશ્તા હૈ મેરા… મૌત ભી અજીબ હૈ, ઉસને મુઝે છુઆ પર અપનાયા નહીં.” દિશા પાટની અને શબાના આઝમીની સરપ્રાઇઝ એન્ટ્રી આ સિક્વલમાં સ્ટાર કાસ્ટ પણ ખૂબ રસપ્રદ છે. ટીઝરમાં બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીની ઝલક જોવા મળે છે, જેઓ આ ગેંગસ્ટર ડ્રામામાં પાવરફુલ વિલનની ભૂમિકામાં જોવા મળશે તેવી ચર્ચા છે. આ સાથે જ ગ્લેમરસ એક્ટ્રેસ દિશા પાટની પણ લીડ હિરોઇન તરીકે ઇમરાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ટીઝરના અંતમાં ધમાકેદાર એક્શનની ઝલક સાથે ઇમરાનનો વન-લાઇનર ડાયલોગ આવે છે: “ઇસ બાર યા તો યે આવારાપન ખત્મ હોગા, યા મૈં.” બોક્સ ઓફિસ પર થશે મોટો મુકાબલો પ્રોડ્યુસર નિતિન કક્કડના ડિરેક્શનમાં બનેલી અને વિશેષ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થયેલી ‘આવારાપન 2’ આગામી 14 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર બોક્સ ઓફિસ પર તેનો સીધો મુકાબલો સની દેઓલની હાઇ-વોલ્ટેજ ફિલ્મ ‘બંટવારા 1974’ સાથે થવાનો છે. જોકે, ટીઝરમાં જોવા મળેલી ઇમરાનની સિગ્નેચર સ્ટાઇલ અને મ્યુઝિકના ક્રેઝને જોતા ‘આવારાપન 2’ બોક્સ ઓફિસ પર ટક્કર આપવા માટે પૂરી રીતે તૈયાર દેખાય છે. 19 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી ‘આવારાપન’ મોહિત સુરી દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને શ્રિયા સરન મુખ્ય ભૂમિકામાં હતા. 29 જૂન, 2007ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને તે સમયે બહુ પ્રશંસા મળી ન હતી; જોકે, પછીના વર્ષોમાં તેને ‘કલ્ટ સ્ટેટસ’ મળ્યું. ફિલ્મનું સંગીત આજે પણ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. સ્ટોરી શિવમ પંડિતની આસપાસ ફરે છે, જે એક કોન્ટ્રાક્ટ કિલર છે જેને તેના બોસની ગર્લફ્રેન્ડ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો કે, જ્યારે ખબર પડે છે કે સ્ત્રી સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બની છે, ત્યારે તે તેના પ્રેમી સાથે ફરીથી જોડવામાં મદદ કરવાનું નક્કી કરે છે. આ નિર્ણય તેને એક અલગ સફર પર લઈ જાય છે, જ્યાં તેણે તેના હિંસક ભૂતકાળનો સામનો કરવો પડે છે અને સ્ત્રીની સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે બધું જોખમમાં મૂકવું પડે છે. જુઓ સંપૂર્ણ ટીઝર:
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

