એક તરફ ચાલી રહી છે AI AI ઇમ્પેક્ટ સમિટ, તો બીજી તરફ એલોન મસ્ક અને સત્ય નડેલા વચ્ચે થયો મોટો AI સોદો
ભારતની રાજધાની નવી દિલ્હી અત્યારે વિશ્વના સૌથી શક્તિશાળી ટેક લીડર્સના મેળાવડાનું સાક્ષી બની રહ્યું છે. ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં ગૂગલના સુંદર પિચાઈ અને OpenAI ના સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજોની હાજરી વચ્ચે, સૌથી મોટા સમાચાર એલોન મસ્ક અને સત્ય નડેલા તરફથી આવ્યા છે. વર્ષોની ખેંચતાણ બાદ, એલોન મસ્કની xAI અને માઇક્રોસોફ્ટ વચ્ચે એક મોટા વ્યૂહાત્મક સોદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
શું છે આ સોદો?
માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુષ્ટિ કરી છે કે માઇક્રોસોફ્ટના ‘Copilot Studio’ ને હવે xAI ના પાવરફુલ મોડેલ Grok 4.1 Fast નો સપોર્ટ મળશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ડેવલપર્સને વધુ લવચીક અને કાર્યક્ષમ AI એજન્ટો બનાવવામાં મદદ કરવાનો છે. આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા એલોન મસ્કે પણ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં જ વધુ આધુનિક સંસ્કરણ, Grok 4.20, પણ કોપાયલટ સ્ટુડિયોમાં ઉપલબ્ધ થશે. આનાથી યુઝર્સ અને સંગઠનો જટિલ વર્કફ્લોનું વિશ્લેષણ ખૂબ જ સરળતાથી કરી શકશે.
ભૂતકાળની કડવાશ અને ભવિષ્યની આશા
આ સોદો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ એલોન મસ્કે સત્ય નડેલાને OpenAI બાબતે ચેતવણી આપી હતી. મસ્કનું માનવું હતું કે OpenAI માઇક્રોસોફ્ટ માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, નડેલાએ આ આશંકાઓને ફગાવતા જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ તેના પ્લેટફોર્મ પર GPT-5 ને પણ સપોર્ટ આપી રહ્યું છે.
xAI અને માઇક્રોસોફ્ટ એકસાથે આવ્યા
હવે જ્યારે xAI અને માઇક્રોસોફ્ટ એકસાથે આવ્યા છે, ત્યારે ટેક નિષ્ણાતો માની રહ્યા છે કે આ જોડાણ ગૂગલ અને અન્ય હરીફ કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે. માઇક્રોસોફ્ટના બ્લોગ મુજબ, આ ભાગીદારીથી AI મોડેલ્સના મૂલ્યાંકન અને ઉપયોગ કરવાની પદ્ધતિમાં મોટું પરિવર્તન આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

