એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા સ્કીટ ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો:સોફ્ટ ટેનિસમાં જય મીણાનો મેડલ પાક્કો, મનુ ભાકર મેડલ ચૂકી

Last Updated: September 23, 2026By

ભારતની મહિલા સ્કીટ ટીમે બુધવારે એશિયન ગેમ્સના ચોથા દિવસે બ્રોન્ઝ મેડલ જીત્યો. રાયઝા ધિલ્લોન, પરિનાઝ ધાલીવાલ અને માહેશ્વરી ચૌહાણની ટીમ 331 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી. જય મીણાએ સોફ્ટ ટેનિસમાં ભારતનો એક મેડલ પાકો કર્યો. શૂટર મનુ ભાકર મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં 5મા સ્થાને રહી. આ જ કેટેગરીની ટીમ ઇવેન્ટમાં ભારત નજીવા અંતરથી મેડલ જીતી શક્યું નહીં. મનુએ ફાઇનલમાં 181.1 પોઈન્ટ મેળવ્યા. તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 579 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. અન્ય બે ભારતીય શૂટર ઈશા સિંહ અને સુરુચિ ઇન્દર સિંહ ટોપ-8માં સ્થાન મેળવી શક્યાં નહીં અને ફાઇનલમાં પહોંચી શક્યાં નહીં. ટાઈ હોવા છતાં ભારત બ્રોન્ઝથી ચૂકી ગયું એશિયન ગેમ્સ શૂટિંગમાં ઈન્ડિવિજ્યુઅલ ક્વોલિફિકેશન રાઉન્ડ ટીમ ઈવેન્ટનો મેડલ રાઉન્ડ પણ હોય છે. ભારતની ત્રણેય ખેલાડીઓ મનુ, ઈશા અને સુરુચિએ મળીને કુલ 1719 પોઈન્ટ મેળવ્યા. આ ત્રીજા સ્થાને રહેલી વિયેતનામની ટીમના પોઈન્ટ્સ જેટલા જ છે. તેમ છતાં ભારત બ્રોન્ઝથી ચૂકી ગયું. બે ટીમોનો સ્કોર સરખો રહે ત્યારે વધુ પરફેક્ટ 10ની સંખ્યાના આધારે વિજેતાનો નિર્ણય થાય છે. વિયેતનામની શૂટર્સે કુલ 46 પરફેક્ટ 10 ફટકાર્યા હતા. જ્યારે ભારતીય શૂટર્સે માત્ર 44 પરફેક્ટ 10 ફટકાર્યા હતા. ચીને 1735 અંકો સાથે ગોલ્ડ અને સાઉથ કોરિયાએ 1730 પોઈન્ટ્સ સાથે સિલ્વર જીત્યો. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ બાદ જ્ઞાનેશ્વરી સવારે 10 વાગ્યે મહિલાઓની 49 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. મીરાબાઈ ચાનૂ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે મહિલાઓની 53 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. જ્ઞાનેશ્વરી યાદવ તેમાં ભાગ લેશે.