એશિયન ગેમ્સમાં મોટો અપસેટ સર્જાયો:નેપાળે અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી, ક્વાર્ટર ફાઇનલનું ગણિત બદલાયું; હવે ભારત સામે રમી શકે મેચ

Last Updated: September 25, 2026By

નેપાળે એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવી દીધું છે. જાપાનના નિશિન ખાતે આવેલા કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં અફઘાનિસ્તાને પહેલી બેટિંગ કરી હતી. ટીમ 20 ઓવરમાં માત્ર 102 રન બનાવી શકી હતી. જવાબમાં નેપાળે 17.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. નેપાળ માટે સુંદીપ જોહરાએ 34 અને રોહિત પૌડેલે 33 રન બનાવ્યા. નેપાળના કેપ્ટન દીપેન્દ્ર સિંહ ઐરીએ 15 રન બનાવ્યા. કુશલ ભુર્તેલે 4 વિકેટ લીધી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી. ટીમે 16 રનના સ્કોર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ફૈસલ ખાન અહમદઝઈ અને નજીબુલ્લાહ ઝદરાને ઇનિંગ્સ સંભાળી. બંનેએ 30-30 રન બનાવ્યા. નાંગેયાલિયા ખાને 17 રન બનાવીને અણનમ રહ્યા. નેપાળના કુશલ ભુર્તેલે 4 અને લલિત રાજબંશીએ 3 વિકેટ લીધી. રોહિત પૌડેલે અણનમ 33 રન બનાવ્યા 103 રનના ટાર્ગેટને ચેઝ કરતાં નેપાળે 12 રન સુધીમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સુંદીપ ઝોરાએ 34 રન અને રોહિત પૌડેલે અણનમ 33 રન બનાવીને ટીમને સંભાળી. દીપેન્દ્ર સિંહ ઐરીએ 15 રનની ઇનિંગ્સ રમી. અફઘાનિસ્તાન માટે ફરીદૂન દાવૂદઝઈ, અબ્દુલ્લાહ અહમદઝઈ અને અરબ ગુલે એક-એક વિકેટ લીધી. રાશિદ, ગુરબાઝ અને ઓમરઝઈને આરામ અફઘાનિસ્તાનની ટીમમાં નિયમિત કેપ્ટન રાશિદ ખાન, રહમાનુલ્લાહ ગુરબાઝ અને અઝમતુલ્લાહ ઓમરઝઈ જેવા સિનિયર ખેલાડીઓને સામેલ કર્યા નહોતા. ત્રણેયને આરામ આપ્યો હતો. ભારતનો મુકાબલો નેપાળ અથવા અફઘાનિસ્તાન સાથે થઈ શકે છે એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ સ્પર્ધામાં ભારત સીધા ક્વાર્ટર ફાઇનલ રમશે. તેનો સામનો ગ્રુપ-Aમાં બીજા ક્રમે રહેલી ટીમ સામે 28 સપ્ટેમ્બરે થશે. નેપાલે આજે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. બંને ટીમોના ખાતામાં 1-1 જીત છે. હવે ગ્રુપ-Aમાં બીજા સ્થાનની રેસ રસપ્રદ બની ગઈ છે. બીજા ક્રમે રહેનારી ટીમ જ ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે ટકરાશે, એટલે કે ભારતનો સામનો નેપાળ અથવા અફઘાનિસ્તાનમાંથી કોઈ એક ટીમ સામે થઈ શકે છે. હાલમાં હાર છતાં અફઘાનિસ્તાન ગ્રુપમાં ટોચ પર છે અને નેપાલ બીજા ક્રમે છે.