એશિયન ગેમ્સ- ઈન્ડિયન મેન્સ હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી:જાપાનને 2-0થી હરાવીને સતત ચોથી જીત નોંધાવી, અભિષેક અને હરમનપ્રીતે ગોલ કર્યા

Last Updated: September 26, 2026By

એશિયન ગેમ્સ 2026ની મેન્સ હોકી ઇવેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે યજમાન જાપાનને 2-0થી હરાવીને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે ભારતીય ટીમ પૂલ-Aમાંથી સેમિફાઇનલમાં પહોંચી ગઈ. ભારત માટે અભિષેકે 15મી મિનિટે ગોલ કર્યો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે 40મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો. પૂલ-Aમાં ભારતીય ટીમ ટોચ પર હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે અત્યાર સુધીની ચારેય મેચ જીતી છે. ટીમે આ ચાર મુકાબલામાં કુલ 39 ગોલ કર્યા અને 4 ગોલ ખાધા. જાપાન સામેની જીત સાથે ભારતે પૂલ-Aમાં પોતાનું અભિયાન મજબૂત બનાવ્યું અને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. ઇન્ડોનેશિયા-શ્રીલંકા બાદ સાઉથ કોરિયાને હરાવ્યું હતું ભારતે એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત ઈન્ડોનેશિયા સામે કરી હતી. ભારતીય ટીમે તે મુકાબલામાં 13-1થી જીત નોંધાવી હતી. આ પછી શ્રીલંકા સામે ભારતે 16-1થી એકતરફી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં દક્ષિણ કોરિયા સામે 8-2થી જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. હોકી ખેલાડી સંજયે 100 આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરી ભારતીય હોકી ખેલાડી સંજયે જાપાન સામે એશિયન ગેમ્સ 2026ની મેચમાં સિનિયર આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100 મેચ પૂરી કરી. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટથી સંજયને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.