એશિયન ગેમ્સ- ભારતને મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં સિલ્વર:328 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું, શૂટર્સે 13મો મેડલ અપાવ્યો

Last Updated: September 29, 2026By

એશિયન ગેમ્સના 10મા દિવસે ભારતીય ટીમે શોટગન શૂટિંગની મહિલા ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. આ ટીમમાં નીરુ, આશિમા અહલાવત અને મનીષા કીર સામેલ રહ્યાં. ભારતે 328 પોઈન્ટ મેળવ્યા, જ્યારે ચીને 346 પોઈન્ટ સાથે ગોલ્ડ અને કુવૈતે 325 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો. પુરુષોની ટીમની મેડલ ઇવેન્ટ ચાલુ છે. ભારતના 46 મેડલ થઈ ગયા છે. તેમાં 4 ગોલ્ડ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ સામેલ છે. ભારતને શૂટિંગમાં 13મો મેડલ મળ્યો એશિયાડની વર્તમાન સિઝનમાં ભારતને શૂટિંગમાં 13મો મેડલ મળ્યો છે. આ પહેલાં 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે.