એશિયન ગેમ્સ- ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં:જાપાનને 3-1થી હરાવ્યું, ટીમની સતત ચોથી જીત

Last Updated: September 25, 2026By

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં જાપાનને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. નાગોયાના ગિફુ પ્રિફેક્ચુરલ ગ્રીન સ્ટેડિયમમાં રમાયેલી પૂલ-બીની મેચમાં ભારતે સતત ચોથી જીત નોંધાવી. ટીમ 12 પોઇન્ટ્સ સાથે પહેલા સ્થાને છે. લાલરેમસિયામી હ્મારજોટે, ઇશિકા ચૌધરી અને નવનીત કૌરે ભારત માટે ગોલ કર્યા, જ્યારે જાપાન તરફથી શિહો કોબાયાકાવાએ એક ગોલ કર્યો. લાલરેમસિયામીએ અપાવી સરસાઈ ભારતે શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી. પ્રથમ ક્વાર્ટરમાં નવનીત કૌરે ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જાપાની ગોલકીપર યુ કુડોએ તેનો શોટ રોકી દીધો. ગોલકીપરે રોક્યા બાદ બોલ પાછો મેદાનમાં આવ્યો. આ બોલ પર લાલરેમસિયામી સૌથી પહેલાં પહોંચી અને તેને ગોલપોસ્ટમાં નાખીને ભારતને 1-0ની સરસાઈ અપાવી. જાપાને પ્રથમ ક્વાર્ટરમાં બરાબરી કરવાનો પ્રયાસ કર્યો. તેને પેનલ્ટી કોર્નર પણ મળ્યો, પરંતુ ભારતીય કેપ્ટન અને ગોલકીપર સવિતા પુનિયાએ માહો ઉએનોના પ્રયાસને રોકી દીધો. જાપાને વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે સરસાઈ જાળવી રાખી અંતિમ ક્વાર્ટરની શરૂઆતમાં જાપાને એક ગોલ કરીને અંતર ઘટાડ્યું. શિહો કોબાયાકાવાએ જોરદાર ટોમાહોક શોટ પર ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો. ત્યારબાદ જાપાને સતત હુમલા કર્યા અને પેનલ્ટી કોર્નર પણ મેળવ્યો, પરંતુ સવિતા પુનિયાની આગેવાની હેઠળના ભારતીય ડિફેન્સે દબાણનો સારી રીતે સામનો કર્યો અને જાપાનને બીજો ગોલ કરવા દીધો નહીં. ભારત ટોપ-2માં, જાપાન અને થાઈલેન્ડ વચ્ચે થશે ટક્કર ભારતના 4 મેચોમાં 12 પોઇન્ટ થઈ ગયા છે. જાપાન 9 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. થાઈલેન્ડ પોતાની બાકીની મેચો જીતીને 12 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. જોકે, જાપાન અને થાઈલેન્ડ વચ્ચે યોજાનારી છેલ્લી પૂલ મેચને કારણે બંને ટીમ ભારતના 12 પોઈન્ટની બરાબરી કરી શકશે નહીં. ભારત પૂલ-Bમાં પોતાની છેલ્લી મેચ રવિવારે સિંગાપોર સામે રમશે. છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે હાંગઝોઉમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.