એશિયન ગેમ્સ 2026: ક્રિકેટ મેચ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે:T20 ફોર્મેટમાં મેચ રમાશે, 2023માં ભારતીય મેન્સ-વુમન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો
એશિયન ગેમ્સ 2026ના ક્રિકેટ શેડ્યૂલની જાહેરાત મંગળવારે કરવામાં આવી. એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે. જાપાન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026નું આયોજન કરશે. જોકે, આઇચી-નાગોયા એશિયન ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટી (AINAGOC) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, સ્પોર્ટ્સ સ્પર્ધાઓ સત્તાવાર ઉદ્ઘાટન સમારોહના નવ દિવસ પહેલા જ શરૂ થઈ જશે. એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. મેચો આઇચી પ્રાંતના કોરોગી એથ્લેટિક પાર્કમાં યોજાશે. મેન્સ કેટેગરીમાં 10 ટીમ ભાગ લેશે
વિમેન્સ ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મેડલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. વુમન્સ કેટેગરીમાં આઠ ટીમ ભાગ લેશે. તેની મેચ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે. મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 13 ઓક્ટોબરે મેડલ ફાઇનલ સાથે સમાપ્ત થશે. તેમાં 10 ટીમ ભાગ લેશે અને ક્વાર્ટર ફાઇનલ પહેલા ત્રણ દિવસની પ્રારંભિક મેચો રમાશે. તમામ મેચ દિવસમાં ડબલ હેડર હશે. સવારનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરનો મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યાથી રમાશે. ક્રિકેટ ચોથી વખત એશિયન ગેમ્સનો ભાગ બનશે
ક્રિકેટ એશિયન ગેમ્સમાં ચોથી વખત સામેલ થશે. ગ્વાંગઝુ 2010 એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સૌપ્રથમ સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં ઇંચિયોન 2014માં તેની વાપસી થઈ, જોકે આ મેચને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો ન હતો. 2022માં હાંગઝોઉ ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સનો વિજેતા ભારત હતો. 2026માં ક્રિકેટ ચોથી વખત આ ગેમ્સનો ભાગ બનશે. 2018માં હટાવ્યા બાદ 2023માં ક્રિકેટની વાપસી
ઇંચિયોન 2014 પછી એશિયન ગેમ્સને જકાર્તા 2018માંથી હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ હાંગઝોઉ 2022માં ક્રિકેટની વાપસી થઈ અને આ વખતે તમામ મેચને ICC દ્વારા આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. ભારતે હાંગઝોઉ 2022 માં મેન્સ અને વિમેન્સ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો. અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ મેન્સ અને વિમેન્સમાં સિલ્વર મેડલ, જ્યારે બાંગ્લાદેશે બંનેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 2026 એશિયન ગેમ્સની મેચો એચીમાં આયોજિત કરવામાં આવશે. ઓલિમ્પિક 2028 માં પણ રમાશે ક્રિકેટ
ક્રિકેટની રમત એક સદીથી પણ વધુ સમય પછી LA 2028 માં ઓલિમ્પિકમાં વાપસી કરવા જઈ રહી છે. આ પહેલા પેરિસ 1900માં ક્રિકેટ માત્ર એક જ વાર રમાયું હતું. જ્યારે ગ્રેટ બ્રિટને ટેસ્ટ મેચમાં ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

