એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય હોકી ટીમની જાહેરાત:હરમનપ્રીત સિંહ કમાન સંભાળશે, જાપાનમાં 19 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ થશે

Last Updated: July 29, 2026By

હોકી ઈન્ડિયાએ બુધવારે જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે 20 સભ્યોની ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રમાશે. સ્ટાર ડિફેન્ડર અને ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમની આગેવાની કરશે, જ્યારે અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ સ્ક્વોડમાં સામેલ છે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ભારતે 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પૂલ-Aમાં ભારત સાથે જાપાન અને સાઉથ કોરિયા ટુર્નામેન્ટમાં 12 ટીમ ભાગ લેશે, જેને 6-6 ટીમના બે પૂલમાં વિભાજિત કરવામાં આવી છે. ભારતને પૂલ-Aમાં રાખવામાં આવ્યું છે. આ પૂલમાં ભારત સાથે યજમાન જાપાન, સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા છે. તમામ મેચ કાકામીગાહારાના ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં રમાશે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય ટીમની પસંદગી પર મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું કે પસંદ કરાયેલી ટીમ ખૂબ જ અનુભવી છે. તેમણે કહ્યું કે અમે જાપાનમાં રમવાના પડકાર માટે તૈયાર છીએ. આ ટુર્નામેન્ટનો વિજેતા સીધો LA 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે અને ટીમ અને દેશ તરીકે અમારું આ મુખ્ય ટાર્ગેટ છે. હરમનપ્રીતે કહ્યું- જવાબદારી સમજીને રમવું પડશે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમના પ્રદર્શન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે યુવા ખેલાડીઓ હોય કે સિનિયર, મને બધા પર પૂરો વિશ્વાસ છે કે તેઓ મળેલી તકોનો યોગ્ય ઉપયોગ કરશે. અમારું મુખ્ય લક્ષ્ય દબાણ લીધા વિના રમતનો આનંદ લેવો અને અમારી જવાબદારીઓને સમજવુાનું છે.

Leave A Comment