એ.આર. રહેમાનના સમર્થનમાં ઉતર્યો અમાલ મલિક:સાંપ્રદાયિક ભેદભાવના નિવેદનને સાચું ગણાવ્યું, કહ્યું- આજની સિસ્ટમમાં નેપોટિઝમ અને ગ્રુપિઝમ છે
બોલિવૂડ સિંગર-કમ્પોઝર અમાલ મલિકે તાજેતરમાં પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રહેમાને ઇન્ડસ્ટ્રીમાં કામની અછત અને પાવર શિફ્ટ વિશે કહ્યું હતું કે આ બદલાવ અમુક હદ સુધી સાંપ્રદાયિક પક્ષ પણ ધરાવે છે. એ.આર. રહેમાનના નિવેદન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ અમાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “જો ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણથી જોઈએ તો એ.આર. રહેમાને જે વાત કહી છે, તે ઘણી હદ સુધી સાચી છે. પરંતુ હું તેના સાંપ્રદાયિક પક્ષ સાથે સહમત નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે આજની સિસ્ટમ નેપોટિઝમ કે ગ્રુપિઝમની છે, અને ઘણી કંપનીઓ પોતાના ‘કમ્પાર્ટમેન્ટ’ કલાકારોને પ્રમોટ કરે છે. તેણે એમ પણ કહ્યું કે આજે મેનેજમેન્ટ અને એજન્સીઓનો જમાનો છે, અને આ કારણે નિર્ણય લેવાની ક્ષમતા પર કલાકારોનું નિયંત્રણ ઓછું થઈ ગયું છે. અમાલ મલિકે ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાક દિગ્દર્શકો અને નિર્માતાઓ ખાસ કલાકારો સાથે જ કામ કરે છે, જે ઇન્ડસ્ટ્રીનો એક વાસ્તવિક ભાગ બની ગયો છે. અમાલ મલિકે કહ્યું, “જો કોઈ સારું સંગીત બનાવી રહ્યું છે, તેને તક મળવી જોઈએ, ભલે તે એ.આર. રહેમાન હોય કે કોઈ નવો કલાકાર.” તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે રહેમાનના નિવેદનને તેમની અસુરક્ષા તરીકે જોવું ન જોઈએ, પરંતુ તે ઇન્ડસ્ટ્રીની વ્યાપક સમસ્યાઓ તરફ ઇશારો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એ.આર. રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે- છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મોમાં તેની ભાગીદારી ઓછી થઈ છે કારણ કે નિર્ણય લેનારા હવે એવા લોકો છે જેઓ રચનાત્મક નથી અને આ બદલાવ ક્યાંક ને ક્યાંક “સંભવતઃ સાંપ્રદાયિક” પણ હોઈ શકે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

