'એ ચલ, હીરો કે ઉપર ચઢ જા!':આખા ક્રૂ સામે ડિરેક્ટરે સલમાનની હીરોઈન પર દબાણ કર્યું, નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ચિત્રાંગદાએ ફિલ્મ છોડી
બોલિવૂડની ગ્લેમરસ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે દરેક ફિલ્મમાં પોતાની એક્ટિંગથી છાપ છોડી છે. પરંતુ ફિલ્મ ‘બાબુમોશાય બંદૂકબાઝ’ તેના કરિયરની એક એવી ફિલ્મ રહી, જેનો અનુભવ તેના માટે અત્યંત ખરાબ અને દર્દનાક રહ્યો હતો. સેટ પર વાત એટલી બધી બગડી ગઈ હતી કે ચિત્રાંગદાએ આ ફિલ્મને અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. તાજેતરમાં જ સિદ્ધાર્થ કનનના પોડકાસ્ટમાં આ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો કર્યો છે. આખા ક્રૂ સામે ડિરેક્ટરે કરી હતી ગેરવર્તણૂક પોડકાસ્ટમાં જણાવ્યું કે ચિત્રાંગદા આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે શૂટિંગ કરી રહી હતી. ફિલ્મમાં તેના અને નવાઝ વચ્ચે કેટલાક ઇન્ટિમેટ અને કિસિંગ સીન્સ શૂટ કરવાના હતા. ચિત્રાંગદા બેડ સીન કરી રહી હતી, પરંતુ તે ડિરેક્ટરની ડિમાન્ડ પ્રમાણે કમ્ફર્ટેબલ નહોતી. જર્નાલિસ્ટે કહ્યું- ચિત્રાંગદા બોલ્ડ છે, તે પરિપક્વ છે અને એક બાળકની માતા છે, એટલે કે તેણે દુનિયા જોઈ છે. વિચારો કે તે સીન કેટલા અન્કમ્ફર્ટેબલ હશે કે ચિત્રાંગદા તે ન કરી શકી. આખરે ડિરેક્ટર ગુસ્સે ભરાયો અને આખા ક્રૂ મેમ્બર્સની સામે જોરથી બૂમ પાડીને કહ્યું- ‘એ ચલ, હીરો કે ઉપર ચઢજા.’ આ સાંભળીને ચિત્રાંગદા સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ ફિલ્મ છોડી દીધી. ચિત્રાંગદાએ પોતે પણ વ્યક્ત કર્યું હતું દર્દ અગાઉ એક ઈન્ટરવ્યુમાં ચિત્રાંગદા સિંહે પોતે આ ખરાબ અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના અને નવાઝુદ્દીન વચ્ચે ઇન્ટિમેટ સીન્સ પહેલેથી જ શૂટ થઈ ચૂક્યો હતો, પરંતુ ડિરેક્ટર કુશાન નંદી સંતુષ્ટ નહોતા. તે કિસિંગ સીનને વધુ 7 સેકન્ડ લાંબો કરવા માંગતા હતા અને ફરીથી શૂટ કરવાની જીદ કરી રહ્યા હતા. ડિરેક્ટરે તેના પર દબાણ લાવવા માટે અભદ્ર ભાષા અને ગાળાગાળીનો પણ ઉપયોગ કર્યો હતો. આ અપમાન સહન ન થતાં ચિત્રાંગદાએ ફિલ્મ છોડી દીધી અને ત્યારબાદ તેની જગ્યાએ બિદિતા બાગને કાસ્ટ કરવામાં આવી હતી. અપકમિંગ ફિલ્મમાં સલમાન ખાન સાથે દેખાશે ચિત્રાંગદા સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ખૂબ જ પસંદગીની ફિલ્મો કરે છે. તેની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘માતૃભૂમિ’ છે, જેમાં તે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મનું નામ પહેલા ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું. સલમાન અને ચિત્રાંગદાની આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે, તે અંગે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

