ઐતિહાસિક મંદીનાં એંધાણ, ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થશે!:પ્રખ્યાત લેખકની રોકાણકારોને ચેતવણી, જાણો મોટા આર્થિક નુકસાનથી બચવા શું કરવું
એક તરફ જ્યાં મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરમસીમા પર છે, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાથી દુનિયામાં મોંઘવારીનો ખતરો વધી રહ્યો છે, શેરબજારોમાં ઉથલપાથલ મચી છે. આ દરમિયાન, પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રના ક્રેશ થવાની ચેતવણી આપી છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનો ભય વધી રહ્યો છે, ત્યારે રોબર્ટ કિયોસાકીએ પોતાની જૂની ભવિષ્યવાણીનું પુનરાવર્તન કરતાં કહ્યું છે કે દુનિયા ઇતિહાસના સૌથી મોટા આર્થિક ઘટાડાઓમાંથી એક જોઈ શકે છે. મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું પડશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કિયોસાકીએ પોતાના ફોલોઅર્સને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે આર્થિક મંદીમાં હારનારા અને જીતનારા, બંને પ્રકારના લોકો હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે લોકો તે સ્થિતિમાં કેવું વર્તન કરે છે. કિયોસાકીના મતે તેમણે પોતાના પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’માં વર્ષો પહેલા જ આવી સ્થિતિ વિશે ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો કે જે વાચકોએ તે પુસ્તકની સલાહ માની, તેઓ આજે સારી સ્થિતિમાં છે. કિયોસાકીએ કહ્યું કે રોકાણકારો પાસે પોતાની રણનીતિ બદલવાનો હજુ પણ સમય છે. તેમનું માનવું છે કે દરેક આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સંપત્તિ ગુમાવી દે છે પરંતુ કેટલાક રોકાણકારો એવા પણ હોય છે જેઓ સાચી રણનીતિ અપનાવીને પહેલાં કરતાં વધુ ધનવાન બની જાય છે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે લોકો નુકસાન ઉઠાવનારાઓને બદલે તે લોકોમાં સામેલ થાય જેઓ સંકટ દરમિયાન તકો શોધે છે. રોકાણકારોએ શું કરવું? તાજેતરમાં, કિયોસાકીએ 2026-27માં ગ્લોબલ માર્કેટ ક્રેશની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ મંદી ઐતિહાસિક હોઈ શકે છે. જોકે, તેમણે પોતાની તાજેતરની પોસ્ટમાં એ જણાવ્યું ન હતું કે રોકાણકારોએ તરત જ શું ફેરફારો કરવા જોઈએ, પરંતુ લેખકે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનું, ચાંદી અને બિટકોઇન જેવી સંપત્તિઓ પોતાની પાસે રાખવાની હંમેશા હિમાયત કરી છે. 18 જુલાઈના રોજ કરવામાં આવેલા એક અન્ય ટ્વીટમાં કિયોસાકીએ સોના અને ચાંદી અંગેનો પોતાનો અભિપ્રાય પુનરાવર્તિત કર્યો છે. તેમણે પ્રખ્યાત રોકાણકાર જિમ રોજર્સની એ વાતને સમર્થન આપ્યું કે આ બંને કિંમતી ધાતુઓ મોંઘી થવાની છે. ભલે સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવવાનો હોય, પરંતુ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને કિંમતોમાં અચાનક ઘટાડોનો પણ સામનો કરવો પડી શકે છે. કિયોસાકીએ જણાવ્યું કે તાજેતરમાં બંને ધાતુઓની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કિયોસાકીએ લખ્યું, “હું મારા મિત્ર જિમ રોજર્સની વાત સાથે સહમત છું. આ તાજેતરના ઘટાડા કે ક્રેશ દરમિયાન મેં વધુ સોનું અને ચાંદી ખરીદ્યા.” —————————————– આ સમાચાર પણ વાંચો: હવે શેરબજાર 24 કલાક ખુલ્લું રહેશે!:દિવસ-રાત ટ્રેડિંગ થશે, સાંજે 30 મિનિટનો વિરામ રહેશે; AIના જમાનામાં નવા પ્રયોગથી રોકાણકારોની બલ્લે બલ્લે દુનિયા બદલાઈ રહી છે, દરરોજ કંઈક નવું થઈ રહ્યું છે, સ્ટોક માર્કેટમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે શેરબજાર 24 કલાક ખુલ્લું રહેશે, એટલે કે લોકો દિવસ-રાત ટ્રેડિંગ કરી શકશે. હાલમાં તેની શરૂઆત બ્રિટનથી થવા જઈ રહી છે. લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) એ ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ્સમાં ડિજિટલ અને AI ના આ યુગમાં ટ્રેડિંગને નવું પરિમાણ આપવા માટે ‘લંડન સ્ટોક એક્સચેન્જ 24’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક સતત ટ્રેડિંગની સુવિધા આપશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

