ઓમાન નજીક જહાજ પર હુમલો, 11 ભારતીયો સવાર હતા:10 સુરક્ષિત, એક હજુ પણ ગુમ; ભારતે હુમલાની નિંદા કરી

Last Updated: July 12, 2026By

ઓમાનના દરિયાકિનારે એક વેપારી જહાજ ‘GFS ગેલેક્સી’ પર હુમલો થયો. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ રવિવારે જણાવ્યું કે આ જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. તેમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે. ભારતે આ હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મસ્કતમાં ભારતીય દૂતાવાસ ઓમાન સરકાર સાથે મળીને ગુમ થયેલા ભારતીયની શોધ અને બચાવ અભિયાન પર સતત નજર રાખી રહ્યું છે. ભારતે આ અભિયાનમાં સહયોગ બદલ ઓમાની અધિકારીઓનો આભાર પણ માન્યો. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનું તરત જ બંધ થવું જોઈએ. સાથે જ તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર કોઈપણ અવરોધ વિના જહાજોની અવરજવર જલ્દીથી પુનઃસ્થાપિત થવી જોઈએ. છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ મિડલ ઇસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…