ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સગીરાના યૌન શોષણ કેસમાં દોષિત જાહેર:એરોન સમર્સને જેલ થઈ શકે છે; વકીલે દલીલ કરી- 'તેઓ એકલતા અનુભવી રહ્યા હતા'
ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર અને ઝડપી બોલર એરોન સમર્સને એક સગીરાના યૌન શોષણના કેસમાં જેલની સજા થઈ શકે છે. 30 વર્ષીય સમર્સે તસ્માનિયાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. સમર્સે જૂનના અંતમાં પોતાની અરજીમાં ફેરફાર કર્યો હતો. તેણે બે બાળકોના યૌન ઉત્પીડન (પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ એબ્યુઝ) અને એક બાળકને અશ્લીલ કન્ટેન્ટ બતાવવાના ઈરાદાથી ફોસલાવવાના-પટાવવાના આરોપોનો સ્વીકાર કર્યો છે. કોર્ટે સમર્સના જામીન નામંજૂર કરીને તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. અદાલત ઓગસ્ટ મહિનામાં આ અંગે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. સોશિયલ મીડિયા પર મિત્રતા કરી, પછી સ્કૂલે લઈ જઈને શોષણ કર્યું સમગ્ર મામલો 16 જાન્યુઆરી 2018નો છે. ત્યારે સમર્સ ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગ (BBL)માં હોબાર્ટ હરિકેન્સ ટીમનો હિસ્સો હતા. કોર્ટમાં થયેલી સુનાવણી મુજબ, સમર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી એક 15 વર્ષની સગીરાનો સંપર્ક કર્યો હતો. ઘટનાના દિવસે તે તેને તેના ઘરની નજીકથી પોતાની કારમાં બેસાડીને એક સ્થાનિક સ્કૂલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે કિશોરીનું યૌન શોષણ કર્યું હતું. વકીલની દલીલ- ‘તે એકલતા અનુભવી રહ્યો હતો’ સુનાવણી દરમિયાન સમર્સના વકીલ કેરોલિન ગ્રેવ્સે દલીલ કરતા જણાવ્યું કે, ઘટના સમયે તેમના અસીલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સોસાયટીમાં ખૂબ જ એકલતા અનુભવી રહ્યા હતા. આના કારણે તેઓ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા હતા. વકીલે કહ્યું કે, સમર્સને હવે પોતાની ભૂલોનો અહેસાસ થઈ ચૂક્યો છે. તેમના દ્વારા ફરીથી આવો ગુનો થવાનું જોખમ ખૂબ જ ઓછું છે. તેમણે કોર્ટને સમર્સની સજાને સંપૂર્ણપણે મોકૂફ (સસ્પેન્ડેડ સેન્ટેન્સ) રાખવા અપીલ કરી હતી. જોકે જસ્ટિસ હેલન વૂડે આ માગને ફગાવી દીધી હતી. સમર્સ પહેલાં પણ જેલ જઈ ચૂક્યો છે સમર્સનો વિવાદો અને ગુનાઓ સાથે જૂનો સંબંધ રહ્યો છે. તે બાળ યૌન શોષણના અન્ય કેસોમાં પહેલાં પણ જેલની સજા ભોગવી ચૂક્યો છે. સમર્સને 2021માં ઓસ્ટ્રેલિયાની નોર્ધર્ન ટેરિટરીમાં ચાઇલ્ડ એબ્યુઝ મટીરિયલ (બાળ શોષણ સંબંધિત સામગ્રી) રાખવા અને તેને અન્ય લોકોને મોકલવાના દોષિત જાહેર કર્યો હતો. આ મામલામાં તેણે જેલની સજા કાપી હતી. ત્યારબાદ તેને તસ્માનિયાના કેસ માટે 2025માં નોર્ધર્ન ટેરિટરીમાંથી ધરપકડ કરીને ડિપોર્ટ કર્યો હતો. આવું રહ્યું સમર્સનું ક્રિકેટ કરિયર એરોન સમર્સ ઝડપી બોલર હતો. તેણે 2017ના અંતમાં હોબાર્ટ હરિકેન્સ માટે એક મેચ રમી હતી. 2018માં તેણે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે તસ્માનિયા ટાઈગર્સ માટે ત્રણ વન-ડે મેચ પણ રમ્યો હતો. તે ઇંગ્લિશ ડોમેસ્ટિક ક્રિકેટ સહિત વિદેશોમાં પણ કેટલાક શોર્ટ કોન્ટ્રેક્ટ (ટૂંકા ગાળાના કરાર) પર રમી ચૂક્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

