ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરી:કમિન્સ, હેઝલવુડ અને નાથન લાયનનું કમબેક, 13 ઓગસ્ટથી પહેલી મેચ ડાર્વિનમાં

Last Updated: July 23, 2026By

ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે ઑગસ્ટમાં રમાનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન પેટ કમિન્સ, ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને અનુભવી ઑફ સ્પિનર ​​નાથન લાયન ટીમમાં પરત ફર્યા છે. ત્રણેય ઈજાના કારણે તાજેતરની મેચમાંથી બહાર હતા. કમિન્સ પીઠની ઈજામાંથી સાજા થયા બાદ એશિઝમાં માત્ર એક ટેસ્ટ રમી શક્યો હતો. હેઝલવુડ પગની ઘૂંટી અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આખી સિરીઝમાંથી બહાર રહ્યો હતો. લાયનને એડિલેડ ટેસ્ટમાં હેમસ્ટ્રિંગની ઈજા બાદ સર્જરી કરાવવી પડી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ X પોસ્ટથી ટીમ જાહેર કરી… ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 13-17 ઓગસ્ટ દરમિયાન ડાર્વિનમાં અને બીજી 22-26 ઓગસ્ટ દરમિયાન મેકેમાં રમાશે. હાલમાં, ઓસ્ટ્રેલિયા આઠ મેચમાં સાત જીત સાથે 87.50% પોઈન્ટ મેળવીને WTC ટેબલમાં ટોચ પર છે. નેસર અને ડોગેટને ટીમમાંથી બહાર કર્યા વરિષ્ઠ બોલરોના કમબેક સાથે માઈકલ નેસર અને બ્રેન્ડન ડોગેટને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. સિલેક્ટર્સે કહ્યું કે જરૂર પડ્યે વધારાના ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય છે. ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર થયો નથી ઓપનર ઉસ્માન ખ્વાજાના નિવૃત્ત થયા હોવા છતાં ઓસ્ટ્રેલિયાએ ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટ્રેવિસ હેડ ઓપનિંગ કરશે અને જેક વેદરાલ્ડને વધુ એક તક મળી છે. ખરાબ ફોર્મ હોવા છતાં માર્નસ લાબુશેન ટીમમાં યથાવત છે. સ્ટાર્ક, બોલેન્ડ, ગ્રીન અને વેબસ્ટર પણ ટીમમાં મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ ઝડપી બોલિંગ આક્રમણનો ભાગ હશે. ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન અને બ્યુ વેબસ્ટર પ્લેઇંગ-11ની રેસમાં છે. વિકેટકીપર જોશ ઇંગ્લિસને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, નાથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, જેક વેધરાલ્ડ અને બ્યુ વેબસ્ટર.