ઓ…કાકા…હવે કેટલાં પરવળ લેશો…?:USમાં સ્ટોર ઓપનિંગ દિવસે શાક લેવા ગુજરાતીઓની પડાપડી, 370 રૂપિયાના પરવળ માટે એકબીજા પર તૂટી પડ્યા!
અમેરિકાના ન્યૂ જર્સીમાં આ અઠવાડિયે એક નવા ઇન્ડિયન સુપરમાર્કેટના ગ્રાન્ડ ઓપનિંગ દરમિયાન અપેક્ષા કરતાં ઘણી વધારે ભીડ ભેગી થઈ ગઈ હતી, જેને કારણે સ્ટોરની અંદર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટોરમાં ગ્રાહકોનો અચાનક ધસારો થવા પાછળનું મુખ્ય કારણ એક જાહેરાત હતી, જેમાં ઉદ્ઘાટન નિમિત્તે પ્રમોશનલ ઑફર હેઠળ પરવળમાત્ર 1.99 યુએસ ડોલર પ્રતિ પાઉન્ડ(370 રૂપિયા કિલો)ના ભાવે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે આયાત થતી શાકભાજીના ભાવ કરતાં આ ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ હતું. ડિસ્કાઉન્ટની ઑફરથી ભીડ એકઠી થઈ ન્યૂ જર્સીમાં આ નવા ખૂલેલા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરે તેના ઓપનિંગનાં સેલિબ્રેશનનાં ભાગરૂપે પરવળ પર આ ખાસ ડિસ્કાઉન્ટ આપ્યું હતું. આ સસ્તી ઑફરની માહિતી સ્થાનિક ભારતીય સમુદાય, ખાસ કરીને ગુજરાતીઓમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને લોકો સ્ટોર ખૂલતા પહેલા જ બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા. જેવા સ્ટોરના દરવાજા ખૂલ્યા, ગ્રાહકો સસ્તા ભાવનો લાભ લેવા માટે અંદર દોડી ગયા હતા. જેના કારણે સ્ટોરની અંદર ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું અને બિલિંગ કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટોક ખલાસ થઈ જાય એ પહેલાં સસ્તા પરવળ ખરીદવા માટે લોકો શાકભાજીના સેક્શનમાં એકબીજા પર પડાપડી કરી રહ્યા છે. લિમિટેડ સ્ટોકના કારણે પડાપડી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પરવળની માગ એટલી બધી હતી કે થોડી જ વારમાં તેનો બધો સ્ટોક ખાલી થઈ ગયો હતો. ગ્રાહકોના આ અચાનક ધસારાને કારણે સ્ટોરના સ્ટાફ માટે ભીડને કાબૂમાં રાખવી અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. જોકે, આ ભીડભાડમાં કોઈને ઈજા થઈ હોવાના કે કોઈ ગંભીર અકસ્માતના સમાચાર નથી. પ્રમોશનલ શાકભાજી વેચાઈ ગયા પછી ભીડ ધીમે-ધીમે ઓછી થઈ ગઈ હતી અને કર્મચારીઓએ સ્થિતિ થાળે પાડી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ સ્ટોરમાં ભીડભાડના આ દૃશ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે સામાન્ય રીતે ખવાતા એક શાકભાજી પર ડિસ્કાઉન્ટ મળવાને કારણે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. લોકો આ વીડિયો પર ફની કમેન્ટ્સ પણ આપી રહ્યા છે અને મજાકમાં કહી રહ્યા છે કે વિદેશમાં રહેતા ભારતીયોમાં દેશી શાકભાજીનો આટલો ક્રેઝ છે કે ન્યૂ જર્સીનો આ નજારો ભારતની કોઈ સ્થાનિક શાકભાજી માર્કેટ જેવો લાગી રહ્યો છે. જુઓ આખો વીડિયો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

