'ઓ રોમિયો' રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ:ગેંગસ્ટર હુસૈન શેખની દીકરીએ લીગલ નોટિસ મોકલી, મેકર્સ પાસેથી ₹2 કરોડની માંગ કરી
‘ઓ રોમિયો’ના મેકર્સને મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર હુસૈન શેખ ઉર્ફે ઉસ્તરાની દીકરી સનોબર શેખે 2 કરોડની નોટિસ મોકલી છે. સનોબર શેખે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને પ્રોડ્યુસર સાજિદ નાડિયાડવાલાના નામે નોટિસ મોકલી છે. સનોબરનો આરોપ છે કે ફિલ્મમાં તેના પિતાની ખોટી છબી દર્શાવવામાં આવી છે, જેનાથી તેના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, તેણે નોટિસમાં બે કરોડ રૂપિયા વળતર તરીકે માંગ્યા છે. સાથે જ, તેને ભરવા માટે મેકર્સને સાત દિવસનો સમય આપ્યો છે. નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મને રિલીઝ ન કરવામાં આવે. આ નોટિસ ગયા અઠવાડિયે મોકલવામાં આવી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી ઘણી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહિદનું પાત્ર ગેંગસ્ટર હુસૈન શેખ ઉર્ફે ઉસ્તરાથી પ્રેરિત છે. જોકે, ફિલ્મના મેકર્સે આવો કોઈ દાવો કર્યો નથી. ‘ઓ રોમિયો’ની વાત કરીએ તો, વિશાલ ભારદ્વાજની આ મલ્ટીસ્ટારર ફિલ્મ 13 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ પહેલીવાર હશે જ્યારે વિશાલ અને સાજિદ સાથે કામ કરી રહ્યા છે. વળી, શાહિદ આઠ વર્ષ પછી વિશાલ ભારદ્વાજના ડિરેક્શનમાં કામ કરી રહ્યા છે. આ પહેલા બંને ‘કમીને’, ‘રંગૂન’ અને ‘હૈદર’માં સાથે કામ કરી ચૂક્યા છે. ‘ઓ રેમિયો’માં શાહિદ અને તૃપ્તિ ડિમરીની જોડી પણ ફ્રેશ છે. બંને પહેલીવાર સ્ક્રીન શેર કરશે. ફિલ્મમાં આ બંને ઉપરાંત, નાના પાટેકર, અવિનાશ તિવારી, વિક્રાંત મેસી, દિશા પાટણી અને તમન્ના ભાટિયા નજર આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

