'કિંગ ખાન'ના જબરા ફેન, યુવતીએ શાહરુખનો પીછો કર્યો:SRKની કાર પાછળ રિક્ષા દોડાવી, કહ્યું- 'મારા પપ્પા કલેક્ટર છે, ગાડી નજીક લો'
શાહરુખ ખાન પ્રત્યે ચાહકોની દીવાનગી કોઈનાથી છુપાયેલી નથી. ‘કિંગ ખાન’ની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકો કોઈ પણ હદ પાર કરવા તૈયાર રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે ચાહકો મુંબઈના રસ્તા પર શાહરુખ ખાનની કારનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. ‘મારા પપ્પા કલેક્ટર છે…’ વીડિયોમાં યુવતી ઓટો ડ્રાઈવરને કહેતી સંભળાય છે, ‘થોડી આગળ રિક્ષા લો, હું શાહરુખને હાય કરીશ. તમે આની બાજુમાં રાખજો, હું કોઈના માટે આ નથી કરતી.’ એક્ટરની સિક્યોરિટી જોઈને ઓટો રિક્ષાવાળો થોડો ખચકાય છે, ત્યારબાદ તે મજાકિયા અંદાજમાં કહે છે, ‘મારા પપ્પા કલેક્ટર છે, તમે નજીક લો ને.’ જ્યારે તેની સાથે રિક્ષામાં બેઠેલો યુવક પોતાને દિલ્હીનો રહેવાસી જણાવે છે. ‘ડોન કો પકડના મુશ્કીલ હી નહીં, નામુમકીન હૈ’ બંને ફેન્સ શાહરુખ ખાનની સિક્યોરિટી ટીમને રેકોર્ડ કરતા તેમની રોલ્સ-રોયસ કારની બિલકુલ નજીક પહોંચી જાય છે અને સુપરસ્ટારને ‘હાય’ કહે છે. જોકે, કારના કાચ પર લાગેલા બ્લેક કવરને કારણે તેમને શાહરુખની એક ઝલક પણ જોવા મળતી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને યુઝર્સ જોરદાર મજેદાર રિએક્શન આપી રહ્યા છે. ‘મેં તેરા હાય રે જબરા ફેન હો ગયા’ વાસ્તવમાં આ વીડિયો શાહરુખનો પીછો કરનાર બંને ચાહકોએ જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અભિનવ સક્સેના નામના એક ચાહકે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, ‘મેં તેરા હાય રે જબરા ઓય રે જબરા ફેન હો ગયા.’ સાથે જ તેણે તેની મિત્ર નતાશા જગેતિયાને ટેગ કરી છે. નતાશા એ જ યુવતી છે, જે વીડિયોમાં શાહરુખને ‘હાય’ કહેવા માટે ઉત્સાહિત જોવા મળી રહી છે. ‘કિંગ’ને લઈને શાહરુખ ચર્ચામાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિંગ’ને લઈને ચર્ચામાં છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનો ફર્સ્ટ લુક ગયા વર્ષે તેના 60મા જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. ‘કિંગ’ 2026માં રિલીઝ થશે અને તેમાં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, જેકી શ્રોફ, અનિલ કપૂર, અરશદ વારસી, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત અને અભય વર્મા જેવા સ્ટાર્સ જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

