'કિંગ ખાન' માટે સ્ટારડમ સાઇડમાં, નિયમો પહેલા!:એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડે શાહરૂખના ચશ્મા ઉતરાવ્યા, એક્ટરે ખુશી ખુશી ચેકિંગ કરાવ્યું
શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક્ટર પાસેથી ચશ્મા ઉતરાવવામાં આવે છે. આ દરમિયાન એક્ટરે નિયમોનું પાલન કર્યું અને હસતા જોવા મળ્યો. ત્યારે, હવે આ વીડિયો પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. શાહરૂખને ‘ગ્લોબલ સ્ટાઈલ આઈકન એવોર્ડ’થી સન્માનિત કરાશે હકીકતમાં, શાહરૂખ ખાનને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો, જ્યાંથી તે દુબઈ માટે રવાના થયો. શાહરૂખ ખાન દુબઈ મોલ ગ્લોબલ ફેશન એવોર્ડ્સમાં ભાગ લેશે, જ્યાં તેને ‘ગ્લોબલ સ્ટાઈલ આઈકન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. પાપારાઝી તાહિર જાસૂસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહરૂખ ખાન એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરતા જોવા મળ્યો. આ દરમિયાન એક્ટર સિમ્પલ પણ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો. તેણે સફેદ શર્ટ ઉપર બ્લુ હુડી પહેરી હતી અને સાથે ડેનિમ કાર્ગો પેન્ટ પહેર્યા હતા. શાહરૂખ ખાને સુરક્ષા નિયમોનું પાલન કર્યું સામે આવેલા વીડિયોમાં એન્ટ્રી ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પહેલા શાહરૂખનો પાસપોર્ટ ચેક કર્યો અને પછી તેને ચશ્મા ઉતારવા કહ્યું. શાહરૂખ ખાને સંપૂર્ણપણે સુરક્ષા નિયમોનું પાલન કર્યું અને કોઈપણ ખચકાટ વિના ગાઈડલાઈન્સ ફોલો કરી. શાહરૂખ ખાનનો આ સિક્યોરિટી ચેકિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ એક તરફ શાહરૂખની સાદગી અને નિયમો પ્રત્યેના સન્માનની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ સિક્યોરિટી ગાર્ડની પણ પ્રશંસા થઈ રહી છે, જેણે સ્ટારડમથી પ્રભાવિત થયા વિના પોતાની ફરજ નિભાવી. નોંધનીય છે કે, 29 અને 30 જાન્યુઆરીના રોજ યોજાનાર દુબઈ મોલ ગ્લોબલ ફેશન એવોર્ડ્સમાં ફેશન, સંસ્કૃતિ અને ગ્લોબલ આઇકનનું સેલિબ્રેશન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિશ્વભરની જાણીતી હસ્તીઓ ભાગ લેશે. કાર્યક્રમમાં પ્રખ્યાત કોચર ડિઝાઇનર રીમ એકરા, લક્ઝરી ફેશનના દિગ્ગજ બ્રુનેલો કુસિનેલી અને અરમાની ગ્રુપના સિનિયર એક્ઝિક્યુટિવની હાજરી રહેશે. સાથે જ સેરેમનીમાં અરમાની ગ્રુપના ચેરમેન અને સીઈઓ જ્યોર્જિયો અરમાનીને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે, જેને ગ્યુસેપ્પે માર્સોચી રજૂ કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

